સંજેલીના બંધ મકાનમાં તસ્કરોએ 1.60 લાખની ચોરી કરી

દાહોદ જીલ્લાના સંજેલી ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.1,60,000ની મત્તાની ચોરી કરી ત્યાર બાદ બાજુમાં પણ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કરતાં પરંતુ બાજુના મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થતાં તસ્કરો પહેલા મકાનમાં ચોરી કરી નાસી ગયાંનું જાણવા મળે છે.

ગત તા.06 જુલાઈના રોજ સંજેલી નગરમાં ચમારીયા રોડ પર રહેતાં ગોવિંદભાઈ લક્ષ્મીનારાયણ લખારાના બંધ મકાનને તસ્કરોએ રાત્રીના કોઈપણ સમયે નિશાન બનાવી મકાન પ્રવેશ કર્યો હતો અને મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મકાનમાં મુકી રાખેલ તિજોરીમાંથી સોનાના દાગીના કિંમત રૂા.1,20,000, ચાંદીના દાગીના કિંમત રૂા.10,000 તથા રોકડા રૂપીયા 30,000 મળી કુલ રૂા.1,60,000ની મત્તાની ચોરી કરી તસ્કરોએ બાજુમાં રહેતાં અજયપ્રતાપસિંહ રાજેન્દ્રસિંહ ચૌહાણના ઘરે ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓના ઘરે ચોરીનો નિષ્ફળ પ્રયાસ થતાં તસ્કરો ગોવિંદભાઈના મકાનને નિશાન બનાવી અંદારાનો લાભ લઈ નાસી ગયાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, તસ્કરો વિસ્તારમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ પણ થયાં છે ત્યારે સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

આ સંબંધે ગોવિંદભાઈ લક્ષ્મીનારાયણ લખારાએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે