નવીદિલ્હી,
સકલ જૈન સમાજ યમુનાપાસના તત્વાધાનમાં તીર્થરાજ સમ્મેદશિખરજીને પર્યટન કેન્દ્ર ન બનાવીને પવિત્ર તીર્થ ક્ષેત્ર જાહેર કરવાને લઈને બુધવારે જૈન મંદિર જવાહર પાર્કમાંથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જે કૃષ્ણકુંજ, બેન્ક એન્કલેવઃ થઈને વિજય ચોક પર સભામાં બદલાઈ ગઈ હતી. અહી મોટી સંખ્યામાં સ્ત્રી-પુરુષોએ ધરણા દઈને દેખાવો કર્યા હતા અને આ તકે ઉપસ્થિત ધારાસભ્ય અભય વર્મા અને અન્ય રાજનેતાઓને જ્ઞાત કરાયા હતા. આ તકે નિખિલ જૈને અનશન શરૂ કરી દીધા હતા અને રેલીમાં જોડાયેલા લોકોએ જોરદાર દેખાવો કર્યા હતા.
ધારાસભ્ય અભય વર્મા કોર્પોરેટર અલકા રાઘવ અને શ્ર્વેતા નિગમને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું, આ તકે ધારાસભ્ય વર્માએ જણાવ્યું હતું કે, તે આવતીકાલે જ પોતાના પત્ર સાથે વડાપ્રધાન મોદીને આ મામલે માહિતી આપીને તે કાયદો પાછો ખેંચી લેવાની માંગ કરશે.
વિશ્ર્વ જૈન સંગઠનના અધ્યક્ષ સંજય સૈને દિગમ્બર જૈન ૠષભ વિહારમાં આમરણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે તો દેશના અનેક ભાગોમાં શિખર બચાવો આંદોલન જોર પકડતું જાય છે.પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન મંદિર જવાહર પાર્ક લક્ષ્મીનગર દિલ્હીમાં એક વિશાળ રેલીનું આયોજન થયું હતું. યમુનાનગર જૈન સમાજ દ્વારા આયોજીત આ રેલીમાં જૈન સમાજના સેંકડો અનુયાયીઓ ઉમટી પડયા હતા.
યમુના પાર જૈન સમાજના અધ્યક્ષ મહેશ જૈન, કોષાધ્યક્ષ પ્રવિણ જૈને જણાવ્યું હતું કે આ વિશાળ રેલી સમ્મેદશિખરજીની પવિત્રતા જાળવી રાખવાના ઉદેશથી વિશ્ર્વ જૈન સંગઠનના બેનર હેઠળ ૠષંભ વિહાર- દિલ્હીમાં શાંતિપૂર્ણ આમરણ આનશન પર બેઠેલા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય જૈનના સમર્થનમાં યોજાઈ હતી.