સમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવાના વિરોધમાં દાહોદ સમસ્ત જૈન સમાજે વિરોધ સાથે કલેકટરને આવેદન આપ્યું

દાહોદ,

દાહોદના સમસ્ત જૈન સમાજ દ્વારા સમ્મેદ શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાનું નકકી કરતાં વિરોધ વ્યકત કરી રેલી યોજી દાહોદ જીલ્લા કલેકટરને આવેદન આપ્યું.

જૈન સમાજની સૌથી મોટી અને પવિત્ર ગણાતું યાત્રા ધામ સમ્મેદ શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાનુંં નકકી કરવામાં આવતાં જૈન સમાજમાં વિરોધનો સુર ઉઠવા પામ્યો છે. આ પવિત્ર ભૂમિ ઉપર જૈનોના અસંંખ્ય દેવ મોક્ષે ગયા છે. જો આ સ્થળને પર્યટન તરીકે વિકસાવવામાં આવે તો ત્યાં અભક્ષ ચીજ વસ્તુઓના ઉપયોગ થાય અને જૈન સમાજની લાગણી દુભાય જેને લઈ જુદા જુદા રાજ્યોના જૈન સમાજમાં વિરોધ નોંંધાવામાં આવ્યો છે. આ બાબને ઝારખંડ સરકાર ગંભીરતાથી લઈને સમસ્ત શિખરને પર્યટન સ્થળને જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સમસ્ત શિખરને જૈન ધર્મની પવિત્ર ભૂમિ તરીકે રહેવા દેવામં આવે તેવી માંગ સાથે દાહોદના શ્ર્વેતામ્બર, દિગંમ્બર, સ્થાનકવાસી જૈન સમાજ-મહાસંંધ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ જૈન ઈન્ટરનેશનલ સાથે જોડાયેલ અનુયાયીએા સાથે જંગી રેલી કાઢવામાં આવી અને જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી કલેકટરને આવેદન આપવામાં આવ્યું.