ગોધરા,
ઓક્ટોબર 2018 ના અરસામાં ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન માં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ હરજીભાઈ ડામોર દ્વારા ફરિયાદી પાસે લાંચની માંગણી કરવામાં આવી હતી અને તે બાદ તેમના સાથી પોલીસ અધિકારી રાજેશ રંગજીભાઈ તાવિયાડ મારફતે લાંચની રકમ રૂ. 15000 પુરા સ્વીકારતા ઝડપાઈ ગયેલા જેથી ગોધરા એ.સી.બી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જે ગુન્હા ના કામે તપાસ કરનાર અધિકારીએ આરોપીઓ વિરૂદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતાં નામદાર કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા આરોપી દિનેશભાઇ હરજીભાઈ ડામોર દ્વારા નામદાર કોર્ટમાં ડીસચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજીની સુનાવણી પંચમહાલ જિલ્લાના સ્પેશિયલ એ.સી.બી કોર્ટ જે.સી. દોશી સમક્ષ ચાલી જતાં કોર્ટ દ્વારા જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની વિગતવારની દલીલો તથા તમામ કેસ કાગળોને ધ્યાનમાં રાખીને આરોપીની ડીસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે.