સંભવિત હીટ વેવ પહેલા અને જે તે સમયે કરવાની કામગીરી અંગે રાજ્યક્ક્ષાની

  • વીડિયો કોન્ફરન્સમાં દરેક જિલ્લાઓને જરૂરી સુચનો-માર્ગદર્શન અપાયુ.

મહિસાગર,

ભારત મોસમ વિજ્ઞાન વિભાગ(IMD) દ્વારા રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને સંભવિતહિટવેવ માટે આગોતરા આયોજન અંગેની એક વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સમગ્ર ગુજરાતના કલેકટર, મ્યુનિસિપલ કમિશ્ર્નર,જિલ્લા વિકાસ અધિકારીઓ જોડાયા હતા. IMD ના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ છેલ્લા 10 વર્ષના સૌથી લઘુતમ, સામાન્ય અને મહત્તમ તાપમાનની, હિટવેવનો ક્રાઇટ એરીયા, ગરમ રણ પ્રદેશ, દરિયાઈ વિસ્તાર વગેરેના હીટવેવ તથા તેમાં સાવચેતી રાખવા વિશે પ્રેસેન્ટેશનના માધ્યમથી જાણકારી હતી.

રાહત કમિશનર હર્ષદ પટેલે માનવ આરોગ્યને અસર કરતું એક મુખ્ય પરિબળ હિટવેવ છે, તેમ જણાવી હીટવેવમાં શ્રમિકો, મજૂરો,ખેડૂતો અને વૃધ્ધોને બચાવવા અંગે જિલ્લા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી વિષે માર્ગદર્શનઆપ્યું હતું.

વીડિયો કોન્ફરન્સ બાદ મહિસાગર કલેક્ટરભાવિન પંડ્યાએ સંભવિત હીટ વેવથી લોકોને સાવચેત રહેવામાટેના આયોજન અંગે અધિકારીઓને સુચનો કર્યા હતા. જે અન્વયે હિટવેવથી બાળકો, વૃધ્ધો, શ્રમિકોનામૃત્યો ન થાય કે લોકો કે પશુઓની આરોગ્યને અસર ન થાય તે માટે વિવિધ પગલાંઓ લેવા કલેકટરએ જણાવ્યું હતું.પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ હાથવગી રાખવા તેમજ ખેતી પાકોને નુકશાન ન થાય તે પણ જોવા પણકલેક્ટરએ અધિકારીઓને સુચના આપી હતી.

વિવિધ વિભાગોએ હીટ વેવમાં કરવાની થતી કામગીરી તેમજ નાગરિકોને ઉપલબ્ધ કરાવવાની સુવિધાઓવિશે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ વિભાગોની સરકારી કચેરીઓ કે જ્યાં મોટા પ્રમાણમાં અરજદારો આવતા હોય ત્યાં લોકોને તડકો નલાગે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવા, પીવાના પાણીની વ્યવસ્થા, પ્રાથમિક સારવાર, 108 ની સગવડ, ગરમીના કારણેસમયમાં ફેરફાર વગેરે જેવી બાબતો ધ્યાનમાં લેવા માટે તથા બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળોએ લોકો માટેછાંયડો અને પાણી જેવી વ્યવસ્થાઓ ગોઠવવા પણ આ બેઠકમાં પરામર્શ કરાયો હતો.

આ વીડિયો કોન્ફરન્સ અને બેઠકમાં જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર.પટેલ, નિવાસી અધિક કલેક્ટર સી.વી.લટા, જિલ્લા શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી.ડી.ભગોરા, સહાયક માહિતી નિયામક શૈલેષકુમાર બલદાણીયા તથા અન્ય વિભાગોના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.