પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ’એક દેશ એક ચૂંટણી’ પર નિયુક્ત સમિતિએ દેશમાં તમામ પક્ષો અને પ્રજાજનો પાસેથી ૧પ જાન્યુઆરી સુધીમાં સૂચનો માંગ્યા હતા. આ સૂચનો પર વિચાર કરવાની સાથે સમિતિ દ્વારા જુદા જુદા વિશેષજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.
સૌપ્રથમ ૧૯૮૩માં ચૂંટણી આયોગે લોક્સભા અને વિધાનસભાઓની ચૂંટણી એક્સાથે યોજવાનું સૂચન કર્યુ હતું. ત્યારબાદ ૧૯૯૯માં જસ્ટિસ બીપી જીવનરેડ્ડીની અધ્યક્ષતામાં નિમાયેલ વિધિ આયોગે ચૂંટણી કાયદામાં સુધારા અંગેના પોતાના રિપોર્ટમાં આ વાતની પ્રસ્તુતિ કરી હતી. ર૦૧૭માં પૂર્વ રાષ્ટ્રપતિઓ પ્રણવ મુખર્જી અને કોવિન્દે પણ તેનું સમર્થન કર્યુ. ર૬ નવે.ર૦૧૭ની નીતિ આયોગ અને વિધિ આયોગ દ્વારા આયોજીત સંવિધાન દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આ બાતે રાષ્ટ્રીય વિમર્શનું આહ્વાન કર્યુ હતું અને ર૦૧૮માં વિધિ આયોગે આ વિષયે વિચાર-વિમર્શ કરીને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.
સ્વતંત્રતાના બાદ ચાર ચાર લોક્સભા અને વિધાનસભાઓની ચૂંટણી એક્સાથે થઇ હતી પરંતુ ૧૯૬૭માં આઠ રાજયોમાં બિનકોંગ્રેસી ગઠબંધન સરકાર બનવાથી અને દળબદલની સમસ્યાના કારણે અસ્થિરતા આવવાના કારણે આ ક્રમ તૂટયો હતો. આજે ચૂંટણી આયોગને દર વર્ષ ચાર-પાંચ રાજયોમાં ચૂંટણી યોજવી પડી રહી છે. જેમાં પોતાના દળના સ્ટાર પ્રચારકના રુપમાં વડાપ્રધાન અને તમામ મંત્રીઓ પણ જોડાતા હોય છે. જેના કારણે શાસન-પ્રશાસન પ્રભાવિત થાય છે. આદર્શ વિચારસંહિતાથી વિકાસ કાર્યોને અવરોધ થાય છે. વધુ પડતો ખર્ચ થાય છે, શિક્ષણમાં અવ્યવસ્થા થાય છે.
દિક્ષણ આફ્રિકા, સ્વીડન, બેલ્જિયમ, ઇન્ડોનેશિયા અને અમેરિકા જેવા અનેક દેશોમાં એક્સાથે ચૂંટણી યોજાય છે. જે દર્શાવે છે કે એક્સાથે ચૂંટણી લોક્તંત્ર અને સંઘવાદથી વિપરીત નથી. ઇંગ્લેન્ડમાં પણ ર૦૧૧માં સંસદે ’નિશ્ર્ચિત કાર્યકાળ અધિનિયમ’ પારિત કર્યો, જે અનુસાર મયવર્ધી ચૂંટણી ત્યારે યોજાશે જયારે સંસદમાં બે તૃતિયાંશ બહુમત દ્વારા તેની પ્રસ્તુતિ કરવામાં આવે. ઇંગ્લેન્ડમાં સરકાર વિરુદ્વ અવિશ્ર્વાસ પ્રસ્તાવ પારિત થઇ જાય ત્યારે પણ વડાપ્રધાન સંસદને તુરંત ભંગ કરી શક્તા નથી. સંસદ પાસે એ વિકલ્પ હોય છે કે તે ૧૪ દિવસની અંદર વૈકલ્પિક સરકાર ગઠિત કરી શકે.
જયાં સુધી એક્સાથે ચૂંટણી યોજવાની વાત છે તે બાબતમાં ભારતમાં બે મુખ્ય સંવૈધાનિક અવરોધ જોવા મળે છે. પહેલો એ છે કે જુદાજુદા સમય અવધિવાળી વિધાનસભાઓ અને લોક્સભાને એક્સાથે ચૂંટણી યોજવા માટે એક્સાથે કેવી રીતે લાવી શકાય? ચૂંટણીઓ એક્સાથે યોજવાનો મુદ્દો અટપટો છે. જેમાં કાનૂની અને સંવૈધાનિકની સાથેસાથે વિભિન્ન રાજનીતિક દળો અને રાજય સરકારોની સહમતિ જરુરી છે. સંભવ છે કે કેટલીક વિધાનસભાનો કાર્યકાળ વધારવો પડે તો કેટલીક સરકારોએ સમય પહેલા ત્યાગપત્ર આપવું પડે. જોકે આ આસાન નથી.
બીજો અવરોધ એ છે કે એક્સાથે ચૂંટણી થાય તો પણ ક્રમ કેવી રીતે નકકી કરવામાં આવી શકે? એકવાર ઘોષણા કર્યા બાદ વડાપ્રધાન કે મુખ્યમંત્રી પાંચ વર્ષની મુદ્દત અગાઉ ત્યાગપત્ર આપવા સહિતના કારણોથી લોક્સભા અને વિધાનસભાઓને ભંગ કરવી પડે. અનુચ્છેદ ૩પ૬ અંતર્ગત કોઇ રાજયમાં આપાતકાળ લાગુ થવા પર સરકારને બરખાસ્ત કરીને વિધાનસભા ભંગ કરવામાં આવે છે. સરકારનો બજેટ પ્રસ્તાવ નામંજૂર થાય અને તે ત્યાગપત્ર આપીને નવી ચૂંટણી યોજવા સલાહ આપે અથવા ચૂંટણી થયા બાદ કોઇપણ સરકાર બનાવવાની સ્થિતિમાં ન હોય તો પુન: મયવર્તી ચૂંટણી યોજવી પડે.
સ્પષ્ટ છે કે ઉપરોક્ત પ્રત્યેક સ્થિતિમાં લોક્સભા કે વિધાનસભા ભંગ થાય છે. જેના કારણે ચૂંટણીનો ક્રમ બગડે છે. આ સ્થિતિમાં સરળ ઉપાય એ છે કે સંવિધાનથી લોક્સભા અને વિધાનસભાને ભંગ કરવાનો પ્રાવધાન જ સમાપ્ત કરી દેવામાં આવે અને તેને નિલંબિત રાખવાનો પ્રાવધાન તૈયાર કરવામાં આવે. જેમાં ચૂંટણીઓનો પંચવર્ષીય ક્રમ બગડશે નહીં. વિકાસકાર્યોમાં કોઇ અવરોધ નહીં આવે, શાસન-પ્રશાસનનું યાન ભટકશે નહી અને શિક્ષણ વ્યવસ્થાને અસર નહીં પહોંચે. સાથોસાથ પ્રજાજનો અને ચૂંટણી આયોગને પણ વારંવારની ચૂંટણીઓમાંથી છૂટકારો મળશે.