સમય સમય પર કમ્યુનલ કંફયુજનનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવો કેટલાક લોકોની આદત : નકવી

નવીદિલ્હી,

જમીયત ઉલેમા એ હિન્દના અધ્યક્ષ મૌલાના મહમુદ અસદ મદનીના તાજેતરના નિવેદનો પર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ સખ્ત ટીપ્પણી કરી છે.એક ખાનગી ટીવી ચેનલ સાથે વાત કરતા નકવીએ કહ્યું કે સમય સમય પર કમ્યુનલ કંફયુઝનનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવો કેટલાક લોકોની આદત છે.તેમણે કહ્યું કે દુનિયાના દરેક ૧૦માંથી એક મુસલમાન હિન્દુસ્તાનમાં રહી રહ્યાં છે અને સમાજના તમામ વર્ગોની સાથે વિકાસમાં બરાબરીની ભાગીદારી કરી રહ્યાં છે.

મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે સમસ્યા એ છે કે મોદીજીએે મતોની ઠેકેદારી બંધ કરી દીધી છે તેમણે કહ્યું કે હવે મતોની ઠેકેદારી બંધ થઇ ગઇ છે સમાવેશી વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.હિન્દુસ્તાનની સંસ્કૃતિ,સંસ્કાર સંકલ્પ દુનિયામાં સૌથી વધૂ મજબુક છે.જો ઇસ્લામોફોબિયા થાય તો ભારતના મુસલમાન સફળતા,સુરક્ષા સમૃધિની સાથે રહી રહ્યાં હોતા નથી યુથને લલચાવવાની વાત પર સૌથી પહેલા મદની ખુદમાં સુધાર લાવે જે પણ તોફાનો કરાવશે તેના પર કાર્યવાહી થશે તેને કમ્યુુનિલ કે કાસ્ટ એગલથી જોવા યોગ્ય નથી.

એ યાદ રહે કે મદનીએ કહ્યું હતું કે જાલિમો,કાતિલો લુંટારાઓને આપણે સજા અપાવવામાં નિષ્ફળ રહ્યાં પરંતુ નિર્દોષ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને તેમને અનેક સમય સુધી જેલમાં રાખવામાં આવે છે.તેમણે કહ્યું હતું કે ૨૦ વર્ષ પસાર થયા બાદ અદાલત તેમને મુકત કરી દે છે કોઇ પણ તોફાન થવા પર માર્યા પણ મુસલમાન જાય છે લુંટાઇ પણ જાય છે અને ઉલ્ટું તેમને દોષીત ઠેરવીને સજા આપવામાં આવે છે.બાબરી મસ્જિદના નિર્ણય બાદ અદાલતોની ભૂમિકા પર સવાલ ઉઠાવાય છે અદાલતો કેટલાક સમયથી સરકારોના દબાણમાં કામ કરી રહી છે.

મદનીએ કહ્યું હતું કે ભારત અમારૂ વતન છે આ વતન જેટલું નરેન્દ્ર મોદીનું છે,જેટલું મોહન ભાગવતનું છે એટલું જ મોહમ્મદ મદનીનું છે.એક ઇચ ન પણ ન તો અમારાથી આગળ છે અને ન એક ઇચ અમે તેની પાછળ,ઇસ્લામ આ દેશનો સૌથી જુનો ધર્મ છે.આજે આપણા દેશમાં નફરતનું વાતાવરણ છે.બેબુનિયાદી નિર્ણયનું કામ તેજીથી કરવામાં આવી રહ્યું છે અને આવા લોકોને સુપ્રીમ કોર્ટ પણ છોડી તેમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેમને આઝાદ છોડવામાં આવી રહ્યાં છે જેને દેશ માટે આપણે ખતરો સમજીએ છીએ.