સામાન્ય સભામાં વિપક્ષની મહિલા કોર્પોરેટરોનું અપમાન કરનાર ભાજપના સભ્યને બંગડી આપી વિપક્ષનું વિરોધ પ્રદર્શન

સુરત, સુરત મહાનગરપાલિકાની ગઈ સામાન્ય સભામાં વિપક્ષ ના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા જ્યારે ઉભા થાય ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરી ને ભાજપના સભ્ય વ્રજેશ ઉનડકટ અને ઘનશ્યામ મકવાણા દ્વારા મહિલા નગરસેવક નું અપમાન કર્યું હતું અને વિપક્ષ ને ઉશ્કેરવા માટે પ્રયાસો કરાયા હતા.

આ રીતે વારંવાર સામાન્ય સભામાં ભાજપી સભ્યો દ્વારા વિપક્ષની મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવતું હોય છે ત્યારે આજે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને પક્ષના નેતા પાયલ સાકરિયા, શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા અને અન્ય અધિકારીઓએ સવારે વરાછા, કાપોદ્રા અને પુણાગામ વિસ્તારમાં કટ આઉટ અને પોસ્ટર-બેનરો સાથે રેલીઓ કાઢીને વિરોધ શરૂ કર્યો હતો. આ પછી બધા હીરાબાગ સર્કલ પાસે ધરણા પર બેસી ગયા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને અટકાયતમાં લઈ અલગ-અલગ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આમ આદમી પાર્ટી એવી માંગ કરે છે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મહિલાઓને ૪૫૦ રૂપિયામાં ગેસ મળે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા સિલિન્ડર અને માનદ વેતન આપવું જોઈએ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને પક્ષના નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે દેશમાં એક જ કાયદો હોય તો નાગરિકોને પણ સમાન લાભ મળવો જોઈએ. રાજસ્થાનમાં સસ્તો ગેસ મળી શકે છે તો ગુજરાતમાં કેમ નહીં? તેમજ મહિલાઓને સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ. આપના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી વખતે જ્યારે આમ આદમી પાર્ટીએ સસ્તી લાભ મળવો જોઈએ