ચેન્નાઇ,
મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ એસ એમ સુબ્રમણ્યમે અહીંના એક મંદિરમાં વિશેષ દર્શન ટિકિટ આપવામાં થનારા ભ્રષ્ટાચારની ગંભીર નોંધ લીધી છે. આ કેસમાં ન્યાયાધીશ સુબ્રમણ્યમે પણ મંદિર પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે શનિવારે જ્યારે તેઓ પોતાના પરિવાર સાથે વડપલાની મુરુગન મંદિરમાં દર્શન માટે પહોંચ્યા ત્યારે તેમણે ટિકિટને લઈને ત્યાં થઈ રહેલી ગડબડીને જોઈ.ન્યાયાધીશ સુબ્રમણ્યમે આ સમયગાળા દરમિયાન ન તો પોતાની ઓળખ જાહેર કરી કે ન તો કોઈ વીઆઇપીઁ દર્શન કર્યા. તેમણે કહ્યું કે તે જગ્યાએ એવું કોઈ નોટિસ બોર્ડ નહોતું, જેના પર અધિકારીનું નામ લખેલું હોય, જેથી કરીને અનિયમિતતાના કિસ્સામાં તેમનો સંપર્ક કરી શકાય.
આ મામલાની માહિતી આપતા જજ સુબ્રમણ્યમે વધુમાં કહ્યું કે, તેમણે દેવતાના દર્શન કરવા માટે ૫૦ રૂપિયાની ત્રણ વિશેષ દર્શન ટિકિટ લીધી હતી, જેના માટે તેમણે ૧૫૦ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ કાઉન્ટર પરના સ્ટાફે તેને ૫૦ રૂપિયાની બે અને ૫ રૂપિયાની એક ટિકિટ આપી હતી. આવી સ્થિતિમાં જ્યારે જજે આ અલગ-અલગ ટિકિટો અંગે સવાલ કર્યો તો સ્ટાફે તેમની સાથે ગેરવર્તણૂક કરી.
આ બધા પછી, જ્યારે ન્યાયાધીશે મંદિરના કાર્યકારી અધિકારી સાથે વાત કરવા માટે તેમનો નંબર માંગ્યો, તો ત્યાંના સ્ટાફે તેમને નંબર આપવાની પણ ના પાડી દીધી. તેમણે કહ્યું કે, જ્યારે તેમની પત્નીએ સ્ટાફને પૂછ્યું કે, જ્યારે ઝ્રસ્નો સંપર્ક નંબર પણ ઉપલબ્ધ છે, ત્યારે વહીવટી અધિકારીઓ ફોન નંબર કેમ શેર કરતા નથી. ત્યારે સ્ટાફે કહ્યું કે ઝ્રસ્ તેમનો નંબર શેર કરી શકે છે, પરંતુ અમે મંદિરના વહીવટી અધિકારીનો ફોન નંબર શેર કરી શક્તા નથી.
મંદિરના સ્ટાફ પર આરોપ લગાવતા ન્યાયાધીશે કહ્યું કે સ્ટાફે તેમના પરિવાર સાથે દલીલ કરી અને તેમને મંદિરની બહાર ધકેલી દેવાનો પ્રયાસ કર્યો. જસ્ટિસ સુબ્રમણ્યમે કહ્યું કે, મંદિર દર વર્ષે ૧૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે અને તેમણે ઉમેર્યું કે, મંદિર સેંકડો કરોડની સંપત્તિ ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મંદિરમાં થતી સમસ્યાઓ માટે મંદિરના વહીવટી અધિકારીઓ સમાન જવાબદાર છે અને તેઓ શિસ્તની કાર્યવાહીમાંથી મુક્ત થઈ શક્તા નથી.
આવી સ્થિતિમાં, ન્યાયાધીશ સુબ્રમણ્યમે કમિશનર, ફરિયાદ દાખલ કરી, જેમાં પાંચ કર્મચારીઓ સામે પગલાં લેવા, એક્ઝિક્યુટિવ ઓફિસર સામે સુપરવાઇઝરી ક્ષતિઓની તપાસ અને ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાની માંગણી કરી. તેમણે કહ્યું કે, જો જરૂરી હોય તો તેઓ મંદિરના કર્મચારીઓને ઓળખી શકે છે, જેણે તેમની અને તેમના પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. ન્યાયાધીશે કહ્યું કે, જ્યારે બંધારણીય અધિકારીઓ વીઆઇપી ટ્રીટમેન્ટ વિના સાર્વજનિક સ્થળોએ જાય છે, ત્યારે જ તેઓ સામાન્ય માણસને થતી મુશ્કેલીઓને સમજી શકે છે.