સાબરકાંઠાના વડાલીના સગરવાસમાં સામાન્ય બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલી લડાઈમાં પતિએ પત્નીનું કાસળ કાઢી નાખતા સમગ્ર વિસ્તારમાં હડકમ સર્જાયો છે. જોકે પોલીસે ઘટના સ્તરે પહોંચી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠાના વડાલીના સગરવાસમાં સામાન્ય બાબતે પતિ પત્ની વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. જોકે અચાનક ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્ની ઉપર ધારિયાનો ઘા કરતા એક ઝટકે પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેના પગલે વડાલી શહેરમાં ચકચાર સર્જાઇ હતી. જોકે આ મામલે પોલીસે તાત્કાલિક ઘટના પર પહોંચી આરોપીની અટકાયત કરી હતી. સાથોસાથ મૃતક પત્નીના મૃતદેહને વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી પીએમની તજવીજ હાથ ધરી હતી. સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચે નાની-મોટી બબાલો સહિત ઉગ્રતા થતી હોય છે. જોકે વડાલીમાં સામાન્ય બાબતે ગંભીર સ્વરૂપ લેતા સમગ્ર મામલો હત્યામાં પરિણમ્યો હતો. જે અંતર્ગત પત્નીનું મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાઈ હતી. જોકે આ મામલે આરોપીની અટકાયત કરાયા બાદ હત્યા કયા કારણસર કરાઇ તે હજુ નક્કી થઈ શક્યું નથી.
જો કે ક્યારેક ક્યારેક સામાન્ય બાબતે ઊભી થયેલી ગેરસમજ હત્યા સુધી પહોંચતી હોય છે. ત્યારે સાબરકાંઠાના વડાલીના સગરવાસમાં થયેલી ઘટનામાં પત્નીની પિતાએ હત્યા કરી જેના કારણે સગીર વયની દીકરીને માતાની મમતા ખોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ પિતા હત્યારા બનતા પોલીસે પિતાની પણ અટકાયત કરતા હવે મા-બાપ વિના દીકરી માટે જીવન જીવવું દુષ્કર બનશે તે નક્કી છે. સામાન્ય બાબતે ઊભી થયેલી ગેરસમજ સમગ્ર પરિવારને વેર વિખેર કરી નાખે છે. ત્યારે વડાલી ઘટનામાં પણ સામાન્ય બાબતે ઉભો થયેલો રોષ હત્યામાં પરિણામતા સમગ્ર પરિવાર વિખરાઈ ચૂક્યો છે. જોકે આગામી સમયમાં આ મામલે હજુ કેટલા અને કેવા રાઝ ખુલે છે તે પણ મહત્વનું બની રહેશે.