સામંથા રૂથ પ્રભુએ એક્સ પતિ નાગા ચૈતન્ય સંગ પેચ અપની ચર્ચા પર પૂર્ણવિરામ લગાવ્ય

સાઉથની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. સામંથાએ વર્ષે 2021માં નાગા ચૈતન્યથી અલગ થવાની જાહેરાત કરી હતી. છૂટાછેડા લીધા પછી સામંથા અને નાગા ચૈતન્ય પોતાની લાઇફમાં આગળ વધી ગયા છે. પરંતુ હાલમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે સામંથા અને નાગા વચ્ચે પેચ અપ થઇ ગયું છે. હવે આ અફવા પર સામંથાએ વિરામ લગાવી દીધુ છે.

સામંથા રૂથ પ્રભુએ પોતાની પાંસળીઓ પર ચૈતન્યના નિકનેમ ચૈયનું ટેટૂ બનાવડાવ્યુ હતુ. આ ટેટૂ ત્યારે બનાવડાવ્યુ હતુ જ્યારે બંને સાથે હતા. સામંથાએ ચૈતન્યને ડેડિકેટ કરતા બે વધુ ટેટૂ બનાવડાવ્યા હતા. આ ટેટૂ ફોટોમાં એપ્રિલ સુધી નજર આવી રહ્યા હતા. જ્યારે સામંથા પ્રિયંકા ચોપરાની સિટાડેલના પ્રીમિયર માટે લંડન ગઈ હતી. જોકે હવે નવા ફોટોમાં ટેટૂ નજર આવી રહ્યા નથી. તેનો અર્થ એ છે કે પેચઅપની અફવા ખોટી છે.

ગયા વર્ષે સામંથાએ એક પ્રોગ્રામમાં હિંટ આપી હતી કે તેમને ટેટૂ બનાવડાવવા પર પસ્તાવો છે. સામંથાએ કહ્યુ, – મારી એક સલાહ છે કે ટેટૂ ક્યારેય ન બનાવડાવો.

ઉલ્લેખનીય છે કે સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્ય વર્ષ 2017માં ગોવામાં લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન હિંદુ અને ખ્રિસ્તી રીતિ-રિવાજથી થયા હતા. 2021માં બંનેએ અલગ થવાની જાહેરાત કરી હતી. જે બાદ લોકો ખૂબ ચોંકી ગયા હતા.

સામંથા રૂથ પ્રભુએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પિંક કલરની સાડીમાં ઘણા ફોટા શેર કર્યા હતા. આ તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. આ ફોટોમાં સામંથાની પાંસળીઓ દેખાઈ રહી છે જેની પર ટેટૂ જોવા મળી રહ્યુ નથી.