સામંથાએ છોડેલી ફિલ્મ સ્વીકારનારી રશ્મિકાને શુભેચ્છા આપી

મુંબઇ,ફિલ્મ ઉદ્યોગમાં ભાગ્યે જ જોવા મળે તેવી ખેલદિલી રુપે સામંથા રુથ પ્રભુએ પોતે છોડેલી ફિલ્મ સ્વીકારનારી રશ્મિકાને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યાં હતાં. તેની આ ખેલદિલી પર તેના ચાહકો ઓવારી ગયા છે.

સામંથા રુથ પ્રભૂને મુખ્ય ભૂમિકામાં લઈ ’રેઈનબો’ નામની ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હવે સામંથાએ આ ફિલ્મ છોડી દીધી છે. તે માટે સત્તાવાર રીતે એવું કારણ અપાયું છે કે સામંથાને ડેટ્સનો પ્રોબ્લેમ થતો હતો એટલે તેણે આ ફિલ્મ છોડી છે. સામંથાની છોડેલી ફિલમ રશ્મિકાની ઝોળીમાં આવી છે. રશ્મિકાને સામંથા જેવા ફિમેલ સેન્ટ્રિક રોલ મળ્યા નથી .મોટાભાગે તેના ભાગે હિરો સામે રોમેન્ટિક પેરમાં ભૂમિકા ભજવવાનુ જ આવ્યું છે. આથી, રશ્મિકાએ આ ફિલ્મ તરત જ સ્વીકારી છે. મોટાભાગે ફિલ્મ ઉદ્યોગમાં કલાકારો પોતે છોડેલી ફિલ્મ પણ અન્ય કલાકારો સ્વીકારે તો તેના માટે દ્વૈષ રાખતા હોય છે. પરંતુ રશ્મિકાએ આ ફિલ્મ અંગેની પોસ્ટ શેર કરતાં સામંથાએ તેના પર ’ઓલ ધી બેસ્ટ’ કોમેન્ટ પાઠવી હતી.

સામંથા પોતાની આગામી ફિલ્મ ’શાંકુતલમ’ની રીલીઝની રાહ જોઈ રહી છે. તે સિવાય તેની ’કુશી’ ફિલ્મનું પણ શૂટિંગ ચાલુ છે . આ ઉપરાંત તે ’સીટાડેલ’ વેબ સીરીઝના ભારતીય વર્ઝનમાં પણ કામ કરી રહી છે.