મુંબઇ,
દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પોતાની ઓટો ઈમ્યુન ડિસીઝ માયોસાઇટિસની સારવાર માટે એક લાંબો બ્રેક લેવા માંગે છે. પરિણામે તેણે બોલીવૂડની સાઇન કરેલી ફિલ્મો છોડી દીધી છે. છેલ્લા કેટલાય સમયથી સામંથા રૂથ પ્રભુ માયોસાઇટિસ નામની એક દુર્લભ ઓટોઇમ્યૂન બીમારીનો સામનો કરી રહી છે. હવે તે પોતાની આ ગંભીર બીમારીનો ઇલાજ કરવા માટે એક લાંબા બ્રેક પર જઇ રહી છે.
સામંથા વેબ સીરીઝ ધ ફેમિલી મેન સીઝન ટુી હિંદી મનોરજન ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી ચુક છે. આ પછી તેણે બોલીવૂડની ફિલ્મો સાઇન કરી હતી. પરંતુ હવે તેણે નિર્માતાઓને જણાવી દીધું છે કે, તે એક લાંબા બ્રેક પર જઇ રહી હોવાથી તેમના પ્રોજેક્ટસમાં કામ નહીં કરી શકે. નિર્માતાઓને પણ સામંથાની આ બીમારી પ્રત્યે સહાનુભૂતિ હોવાથી તેઓ હવે પોતાના પ્રોજેક્ટસ માટે અન્ય અભિનેત્રીઓ શોધી રહયા છે. કેટલાક અહેવાલો અનુસાર વિજય દેવરકોંડા સાથેની તેની ખુશી ફિલ્મનું શૂટિંગ પણ તે ઝડપભેર પૂર્ણ કરી શકે તેમ નથી. આથી આ ફિલ્મનું શૂટિંગ લંબાઈ શકે છે અથવા તો સામંથાને રિપ્લેસ કરવામાં આવી શકે છે.