મુંબઇ, મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી બાદ અબુ આઝમીએ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી. અબુ આઝમીનું કહેવું છે કે છેલ્લા ત્રણ દિવસથી તેને સતત ફોન અને વોટ્સએપ પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે ટ્વીટ કરીને સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફંડવીસને આ મામલાની નોંધ લેવા કહ્યું.
જણાવી દઈએ કે સપા ધારાસભ્ય અબુ આઝમીને ધમકી આપનાર વ્યક્તિએ વોટ્સએપ પર મેસેજ મોકલ્યો છે. મેસેજમાં તેણે લખ્યું કે તમારી પાસે ત્રણ દિવસનો સમય છે. અબુ આઝમીનું કહેવું છે કે તેને ત્રણ દિવસથી સતત ધમકીઓ મળી રહી હતી. પહેલા તો તેણે તેની અવગણના કરી, પરંતુ જ્યારે સતત મેસેજ આવવા લાગ્યા તો તેણે તેને ગંભીરતાથી લીધો. ઉતાવળે મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ અંગે ફરિયાદ કરી.
અબુ આઝમી દ્વારા તેમને મળી રહેલી ધમકીને લઈ ટ્વિટ કરવામાં આવ્યું હતું સાથે જ તેમણે દેવેન્દ્ર ફડણવિસ અને એકનાથ શિંદેનું પણ ધ્યાન દોર્યુ છે કે કોઈ અજ્ઞાત નંબર પરથી તેમને ધમકી મળી રહી છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે.
હાલ સપાના ધારાસભ્ય અબુ આઝમીની ફરિયાદ પર પોલીસે અજાણ્યા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસની સાયબર સેલની ટીમ ધમકી આપનાર વ્યક્તિને શોધવાનો પ્રયાસ કરી રહી છે. અબુ આઝમીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરતા લખ્યું કે, મને ત્રણ દિવસમાં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ અંગે મેં પોલીસમાં ફરિયાદ પણ કરી છે. હું વિનંતી કરું છું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
આ પહેલા જાન્યુઆરી મહિનામાં અબુ આઝમીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુઘલ શાસક ઔરંગઝેબના સમર્થનમાં નિવેદન આપવા પર આ ધમકી મળી હતી. જો કે તે સમયે ફોન કોલ અબુ આઝમીએ રિસીવ કર્યો ન હતો, પરંતુ તેના પીએ દ્વારા રિસીવ કરવામાં આવ્યો હતો. ફોન કરનારે અબુ આઝમી પર અપશબ્દોનો ઉપયોગ કરતા કહ્યું કે તે જલ્દી જ આઝમીને મારી નાખશે. આ કેસમાં પણ પોલીસે ફરિયાદ નોંધી હતી, પરંતુ હજુ સુધી આરોપી પકડાયો નથી.