સામાજીક સમરસતાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ અને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન તરફથી ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ માધ્યમિક શાળા ગરબાડા ખાતે યોજાયો

ગરબાડા,દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકા મથકે વિશ્ર્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ અને નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે સામાજીક સમરસતાના ભાગરૂપે ગરબાડા પ્રખંડ નો માધ્યમિક શાળા ગરબાડા ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પના સંયોજક અને વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લાના કોષાધ્યક્ષ પ્રિતેશ સોની તેમજ ગરબાડા પ્રખંડના મંત્રી તુષાર ચૌહાણ, ઉપાધ્યક્ષ ડો. મહેશચંદ્ર પંડ્યા, સહમંત્રી રાજુભાઈ રાઠોડ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ જીલ્લાના કાર્યકર્તા નિરજ દરજી અને મનોજ પંચાલએ કેમ્પની સફળતા માટે ભારે જેહમત ઉઠાવી હતી. ઝાયડસ હોસ્પિટલ માંથી ડો. ઓની ટીમ તથા દવાની સુવિધા આપવામાં આવી હતી. આ કેમ્પનો આશરે 86 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પની સફળતા માટે ઝાયડસ હોસ્પિટલના ડો. તન્મય સાંડસરા તથા વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લાના સહમંત્રી કિરણસિંહ ચાવડાએ યથા યોગ્ય સહયોગ આપ્યો હતો.