રાજકોટ, રાજકોટ ગેમીંગ ઝોન અગ્નિકાંડ મામલે સમગ્ર શહેર શોકમગ્ન છે ત્યારે ઘટનાને લઈને રાજકોટ શહેરના તમામ બજારો આજે બંધ રહ્યાં હતાં અગ્નિકાંચના આઘાતમાં ગુંદાવાડી,ધર્મેન્દ્રરોડ માર્કેટ સહિત વિસ્તારના બજારો બંધ રહ્યાં હતાં
સમગ્ર રાજકોટ શહેરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બજાર બંધ કરવામાં આવ્યા હતાં. અલગ અલગ વેપારી સંગઠનો દ્વારા બંધનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી આજે ચાલુ દિવસે પણ રાજકોટના મોટાભાગના બજારો બંધ રહ્યાં હતાં ગેમઝોનની કરુણ અને ગોજારી દુર્ઘટના બાદ રાજકોટ શહેરના તમામ બજારો આજે બંધ રહ્યાં રંગીલા રાજકોટને અગ્નિકાંડે રોવડાવી દીધુ છે ત્યારે લોકોમાં આ ઘટનાને લઈને ભારે શોક જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાથી ગુજરાતવાસીના હૈયા હચમચી ગયા છે, ત્યારે રાજકોટ શહેરના લોકો આ દુર્ઘટનાથી ક્યારેય ઉભરી નહી શકે. લોકોએ પોતાના દિકરા તો કોઈએ પોતાના સ્નેહીજનો ખોયા છે, ત્યારે તે તમામને શ્રદ્ધાંજલિ આપવા આજે રાજકોટ શહેરના તમામ બજારો બંધ રાખવામાં આવ્યા હતાં આજે રાજકોટના અલગ અલગ એસોશિયન દ્વારા તે તમામ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા રાજકોટના બજારો બપોરના ૧ વાગ્યા સુધી બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો