સમગ્ર ભારતમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી છે. કાન્હાની ભક્તિમાં લીન ભક્તો સર્વત્ર જોવા મળી રહ્યા છે. ભગવાન કૃષ્ણની જન્મજયંતિ પર ચારે બાજુ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જન્માષ્ટમી નિમિત્તે તમામ મંદિરો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યા હતાં દરેક કૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી
દિલ્હી-મથુરા, દ્વારકા, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી કાન્હા-કાન્હાનો જ ગુંજ જોવા મળ્યો હતો . ફૂલો અને ઈલેક્ટ્રીક ઝુમ્મરથી શણગારેલા મંદિરો ભક્તોથી ખીચોખીચ ભરેલા જોવા મળ્યા અને તેમની ભવ્યતા જોવા જેવું છે.
મંદિરોમાં કૃષ્ણ લીલા અને ભજન કરવામાં આવ્યા હતાં રાત્રે ૧૨ વાગ્યેથી ભગવાન કૃષ્ણના જન્મની સાથે જ તમામ મંદિરોમાં ભગવાન કૃષ્ણ અને લાડુ ગોપાલની વિશેષ પૂજા કરવામાં આવી છે. મથુરામાં ૧૦૦૮ કમળના ફૂલોથી નંદલાલની પૂજા કરવામાં આવી છે. લાડુ ગોપાલને ખાસ મીઠાઈઓ અને વાનગીઓ અર્પણ કરવામાં આવી છે. આ ખાસ દિવસે લોકો લાડુ ગોપાલને અર્પણ કરવા માટે વિવિધ પ્રકારની મીઠાઈઓ ઘરે બનાવી હતી દેશના ખૂણે ખૂણે મંદિરો સજાવવામાં આવ્યા છે.
મંદિરોમાં ટેબ્લો પણ લગાવવામાં આવ્યા હતાં મોટાભાગના મંદિરોમાં ભજન-ર્ક્તિનના કાર્યક્રમો યોજાયા હતાં આ કાર્યક્રમોને માણવા માટે ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં ઉમટી પડ્યા હતાં કાન્હાની જન્મજયંતિમાં મથુરા લગભગ ૧૫ લાખ ભક્તો પધાર્યા હતાં દ્વાપર યુગમાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. આ વર્ષે શ્રી કૃષ્ણની ૫૨૫૧મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તે સમયે વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્ર અને ચંદ્ર હતો. આજે રાત્રે પણ રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે.
શ્રી કૃષ્ણ રાત્રે અવતર્યા હતા, તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણના કારણે જ કંસ, જરાસંધ, કલયવન જેવા રાક્ષસોનો વધ થયો હતો. પાંડવોને મદદ કરીને ભગવાને અધર્મી કૌરવ વંશનો નાશ કર્યો. આમ ભગવાને અધર્મનો નાશ કરવાનું અને ધર્મની સ્થાપના કરવાનું કામ કર્યું હતું.