કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને સતત સાતમી વખત બજેટ રજૂ કરીને વિક્રમ સ્થાપિત કરી દીધો અને સમગ્રતામાં તેમના બજેટને સમાધાન તરફ જોતું મહત્ત્વાકાંક્ષી બજેટ કહી શકાય. જો આપણે આમ આદમીની વાત કરીએ તો ઘણા લોકોને લગભગ લાભ થયો છે, જ્યારે કેટલાક વર્ગની આશાઓ ફળીભૂત નથી થઈ. જો આવકવેરાની દૃષ્ટિએ જોઈએ તો જૂના માળખાવાળા લોકોને નિરાશા હાથ લાગી છે, પરંતુ નવા આવકવેરા માળખાના લોકોને થોડો લાભ થયો છે. હવે એ સંદેશ બહુ સ્પષ્ટ છે કે નવા કર માળખાવાળા લોકોની સંખ્યા વધી રહી છે અને સરકાર એવું જ ઇચ્છે છે.
કહી શકાય કે નોકરિયાત લોકોને આવકવેરામાં વધુ રાહતની આશા હતી, પરંતુ સરકાર પોતાની રાજસ્વ જરૂરિયાતો આગળ લાચાર દેખાઈ. તે ખુદ ઇચ્છે છે કે વધુને વધુ લોકો નોકરિયાત વર્ગમાં સામેલ થાય, જેથી રાજસ્વ વધે. સરકારની આ જ મંશા તેના રોજગાર વધારવાના પ્રયાસોમાં દેખાય છે. એક મોટો બદલાવ એ છે કે જ્યાં પહેલાં એનડી સરકારનું સ્વરોજગાર પ્રત્યે વધારે જોર હતું, ત્યાં જ હવે તેનું શુદ્ઘ રોજગાર પર યાન છે.
બેરોજગારીને સંબોધિત કરતું આ બજેટ ત્રણ યોજનાઓ અંતર્ગત રોજગાર વધારવા માગે છે. યુવાઓને સંગઠિત ક્ષેત્રમાં નોકરી મળનારું પહેલું વેતન સરકાર આપશે. તે ઉપરાંત રોજગાર સર્જન કરનારી કંપનીઓને પ્રોત્સાહન મળશે. કંપનીઓને લાભ થશે, તો તેનાથી રોજગારમાં વૃદ્ઘિ થશે. બીજી વાત, દેશના બુનિયાદી માળખામાં મોટા પાયે ખર્ચની વ્યવસ્થા કરવામાં આવી છે, તો તેનાથી પણ રોજગારમાં વધારો થશે. વિશેષ રૂપે બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશમાં સરકાર મોટા પાયે રોકાણ કરવા જઈ રહી છે.
કેન્દ્ર સરકાર બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના સર્વાંગી વિકાસ માટે પૂર્વોદય નામે યોજના બનાવી. મતલબ, આ રાજ્યોમાં રોજગાર વધવો નક્કી છે. સકલ ઘરેલુ ઉત્પાદનના ૩.૪ ટકા બુનિયાદી માળખાના વિકાસ પર ખર્ચ થશે. ગ્રામીણ વિક્સા માટે ૨.૬૬ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઈ છે. નાણાં મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર પૂર્વી ક્ષેત્રમાં વિકાસ માટે એક ઔદ્યોગિક કોરિડોરના નિર્માણનું સમર્થન કરશે.
પછાત ક્ષેત્રોમાં સડકોની જાળ બિછાવવી આગામી દરેક બજેટમાં પ્રાથમિક્તા હોવી જોઇએ. જોકે આ બજેટ ફેબ્રુઆરીમાં રજૂ થયેલ વચગાળાના બજેટનો જ વિસ્તાર છે, પરંતુ તેના લ-ય કંઇક વધુ સ્પષ્ટ છે. આ વર્ષે અને આવનાર વર્ષો માટે નવ પ્રાથમિક્તાઓ નક્કી કરવામાં આવી છે – ખેતીમાં ઉત્પાદક્તા અને લચીલાપણું, રોજગાર અને કૌશલ, સમાવેશી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, એમએફજી અને સેવાઓ, શહેરી વિકાસ, ઊર્જા સુરક્ષા, બુનિયાદી માળખું, નવાચાર, સંશોધન અને વિકાસ, અર્થવ્યવસ્થામાં આગામી પેઢીના આર્થિક સુધાર. આગામી પાંચ વર્ષોમાં ૪.૧ કરોડ યુવાઓ માટે સરકારે બે લાખ કરોડ રૂપિયા રાખ્યા છે.
મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતો અને ખેતીને પણ પ્રાથમિક્તા આપવામાં આવી છે. કિફાયતી ગ્રામીણ આવાસની સાથે જ શહેરોમાં આવાસ નિર્માણનું બજેટ પણ વધારવામાં આવ્યું છે. બજેટ પોતાના મક્સદમાં સંતુલિત છે, પરંતુ આગળનો રસ્તો એટલો આસાન નથી દેખાતો. દાખલા તરીકે કેપિટલ ગેઇન અને શેર બાયબેક પર લગાવવામાં આવેલ ટેક્સથી શેરબજારના રોકાણકારો નિરાશ છે, મતલબ બજેટથી પર પણ સરકારે સતત અનુકૂળ પગલાં સાથે સક્રિય રહેવું પડશે.