ભાઈજાન સલમાન ખાનનો આજે 58મો જન્મદિવસ.

ફિલ્મજગતનાં દબંગ એવા ભાઈજાન સલમાન ખાનનો આજે 58મો જન્મદિવસ છે.

એક્ટિંગની સાથે-સાથે સલમાન ખાન મોટા બિઝનેસમેન પણ છે.

  • સલમાન ખાનનો આજે 58મો જન્મદિવસ
  • એક્ટર, પ્રોડ્યુસર અને બિઝનેસમેન સલમાન ખાનની કરોડોમાં સંપત્તિ
  • ભાઈજાનની કુલ નેટવર્થ 350 મિલિયનને પાર

સુલ્તાનથી લઈને ભાઈજાન જેવી દબંગ મૂવીનાં એક્ટર સલમાન ખાનને ફેન્સનો સતત પ્રેમ મળતો હોય છે. 27 ડિસેમ્બર એટલે કે ભાઈજાનનો બર્થડે..અને આજે સલમાન ખાન પોતાનો 58મો જન્મદિવસ ઊજવી રહ્યાં છે. તેમની ફિલ્મોથી લઈને પર્સનલ લવ લાઈફ સુધીની અનેક ચીજો તો ફેન્સ જાણે જ છે પણ સલમાન ખાનની નેટવર્થ કેટલી છે એ અંગે ઘણું ઓછું જાણતાં હોય છે. શું તમે જાણો છો કે અરબોની સંપત્તિનાં માલિક સલમાન ખાન ખુદ પણ એક બિઝનેસમેન છે? 

રિપોર્ટસ્ અનુસાર સલમાન ખાન એક-એક ફિલ્મ માટે 100 કરોડ સુધીની ફીઝ લેતાં હોય છે. એટલું જ નહીં હવે તો તેઓ મોટાભાગની ફિલ્મોમાં ફીઝની સાથે-સાથે પોતાનો અલગ શેર પ્રોફિટ પણ લે છે. સલમાન ખાને તેની પહેલી ફિલ્મ માટે માત્ર 11,000 રૂપિયા ચાર્જ કર્યા હતા. તેણે 1988માં ફિલ્મ ‘બીવી હો તો ઐસી’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.સલમાન ખાન ટીવીની દુનિયા સાથે પણ જોડાયેલા છે. તેમણે દસ કા દમથી ટીવી પર પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ તેઓ BIG BOSS શૉને હોસ્ટ કરે છે. હાલમાં શૉની 17મી સીઝન ચાલુ છે. આ શૉ સાથે તેઓ 14 વર્ષોથી જોડાયેલા છે.  એક રિપોર્ટ અનુસાર આ શૉ હોસ્ટ કરવા માટે પણ સલમાનભાઈ આશરે 12 કરોડ રૂપિયા એક અઠવાડિયાનાં વસૂલે છે.

સલમાન ખાન માત્ર એક એક્ટર નહીં પણ પ્રોડ્યૂસર પણ છે. તેમણે જહીર ઈકબાલથી માંડીને પ્રનૂતન, અથિયા શેટ્ટી, સૂરજ પંચોલી અને જીજા આયુષ શર્મા જેવા અનેક સ્ટાર્સને પોતાના પ્રોડક્શનથી લોન્ચ કર્યું છે.સલમાન ખાનનું ઈંડસ્ટ્રીમાં ઘણું મોટું નામ છે. ઘણી બધી વીડિયો જાહેરાતોમાં પણ સલમાન ખાન પોતાનો ચહેરો બતાડવા અને ડાયલોગ બોલવા માટે તગડી ફીઝ વસૂલતા હોય છે. રિપોર્ટ અનુસાર બ્રાંડ એંડોર્સમેન્ટથી તેઓ 300 કરોડની આસપાસની કમાણી કરી લે છે.

માત્ર એક્ટર અને પ્રોડ્યુસર જ નહીં, ભાઈજાન મોટા બિઝનેસમેન પણ છે. તેમણે ક્લોધિંગ બ્રાન્ડ બીઈંગ હ્યૂમનની શરૂઆત આશરે 10-12 વર્ષો પહેલાં કરી હતી.  જો કે આ બ્રાંડનો હેતુ NGO એક્ટિવિટી માટે આવક ઊભી કરવાનો હતો.  માહિતી અનુસાર આ બ્રાંડ દ્વારા ઊભી થતી આવકનો ઉપયોગ જરૂરિયાતમંદ બાળકોનાં શિક્ષણ માટે કરવામાં આવે છે. 

સલમાન ખાન બોલીવુડમાં સૌથી વધારે કમાણી કરનારા એક્ટર્સમાંના એક છે. કરોડોપતિ સલમાન ખાનને લક્ઝરી કારોનો પણ ઘણો શોખ છે. આ સિવાય તેમની પાસે પનવેલમાં ફાર્મ હાઉસ અને મુંબઈમાં પણ અનેક પ્રોપર્ટીઝ છે. મીડિયાનાં કેટલાક રિપોર્ટ અનુસાર સલમાન ખાનની નેટવર્થ આશરે 350 મિલિયન એટલે કે 2912 કરોડની આસપાસ છે.