સલમાન ખાન સાથે લગ્નની માંગ સાથે દિલ્હીની યુવતીએ સલમાનના પનવેલ ખાતેના ફાર્મ પર પહોંચી જઈ ધમાલ મચાવી હતી. પોલીસે આ યુવતીની અટકાયત કરતા તે નજીકની હોસ્પિટલમાં માનસિક સારવાર લઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.
મૂળ યુવતીની દિલ્હી પનવેલ ખાતે પહોંચી હતી અને પોતે અહીં સલમાન સાથે લગ્ન કરવા આવી છે તેમ જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે તેની અટકાયત કર્યા બાદ તેને એક કાઉન્સેલિંગ સેન્ટરમાં મોકલી હતી. ત્યાં ખબર પડી હતી કે તે ઓલરેડી કલંબોલીની એક હોસ્પિટલમાં માનસિક સારવાર લઈ રહી છે. યુવતીના દિલ્હી ખાતે રહેતા સ્વજનોને પણ બોલાવાયાં હતાં.
આ ઘટના વખતે સલમાન ખાન ફાર્મ હાઉસ ખાતે હાજર ન હતો. તાજેતરમાં સલમાનના બાન્દ્રા ખાતેના નિવાસ સ્થાન પર ગોળીબાર થયો હતો. આ કેસની પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે શૂટર્સ સલમાનના પનવેલ ખાતેના ફાર્મ હાઉસ પર હુમલો કરવાના હતા. ત્યારથી આ ફાર્મ હાઉસ આસપાસ સિક્યોરિટી વધારી દેવામાં આવી છે.