
સલમાન ખાનની બિગબોસ સીઝન 13 ખૂબ જ ફેમસ અને વિવાદિત હતી. આ સીઝનમાં સિદ્ધાર્થ શુક્લા, શહેનાઝ ગિલ, રશ્મિ દેસાઈ અને આસિમ રિયાઝ જેવા સ્ટાર્સ ચર્ચાનો વિષય બની ગયા હતા. આ સીઝનમાં શહેનાઝ ગિલ તેમની લડાઈને કારણે વિવાદોમાં રહી હતી. પંજાબી સિનેમાની એક્ટ્રેસ અને સિંગર હિમાંશી ખુરાના વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લઈને આવી હતી.
દર્શકોનો આ શોને ખાસ રિસ્પોન્સ ના મળતા ખૂબ જ જલ્દી પૂરો થઈ ગયો હતો. હિમાંશી ખુરાના શોમાંથી બહાર થઈ જતા તેમને સોશિયલ મીડિયા પર શહેનાઝ ગિલ સાથેના ઝઘડા માટે ટ્રોલ કરવામાં આવી હતી. હાલમાં હિમાંશી ખુરાનાનો પહેલી વાર બિગ બોસમં ખૂબ જ ખરાબ અનુભવ રહ્યો છે. ત્રણ વર્ષ પછી મેકર્સ અને સલમાન ખાન પર નિશાન સાધીને ગંભીર આરોપ લગાવ્યા છે.
હિમાંશી ખુરાનાએ જણાવ્યું છે કે, ‘તેમને તે મહેસૂસ થયું નહોતું, પરંતુ તમારી પાસે પાવર છે, તો તેનો એ અર્થ એ નથી કે, તમે કોઈની જિંદગી ખરાબ કરી શકો છો. એવું નથી કે, હું ફિટ નથી થઈ શકતી, પરંતુ તમે એક લડાઈમાં એન્ટર થાવ છો, તો તમને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. તમે આધ્યાત્મ સાથે જોડાયેલા હોવ છો, તો તમને સૌથી પહેલા એક શાંતિનો અનુભવ થાય છે.’
હિમાંશી ખુરાનાએ વધુમાં જણાવ્યું કે, ‘હું ચૂપ હતી તો એ અર્થ નથી કે, હું કાયર હતી. હું ત્યાં સિનિયર્સ આર્ટિસ્ટનું વિચારીને શાંત હતી.’ હિમાંશી ખુરાનાએ હજુ પણ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. હિમાંશી ખુરાના બિગ બોસ 13 બાબતે ચર્ચામાં આવી નથી, પરંતુ આસિમ રિયાજની સાથે રિલેશન બાબતે ખૂબ જ ચર્ચામાં આવી હતી. બિગ બોસ પૂર્ણ થયા પછી પણ હજુ રિલેશનમાં છે.