
અભિનેતા સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાને બીજી વાર લગ્ન કર્યા
૨૪મી ડિસેમ્બરે અરબાઝ ખાન અને શુરાના લગ્ન સમારોહ સંપન્ન થયા હતા
મુંબઇ, અભિનેતા સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાને બીજી વાર લગ્ન કર્યા છે. અરબાઝ ખાન ઉર્ફે મેક-અપ આટસ્ટ શુરા ખાન તેની સાથે એક અલગ જ દુનિયામાં છે. ૨૪મી ડિસેમ્બરે અરબાઝ અને શુરાના લગ્ન સમારોહ સંપન્ન થયા હતા. હાલમાં એક માત્ર અરબાઝ અને શૂરા ખાનના લગ્નની દરેક જગ્યાએ ખૂબ ચર્ચા છે.
અરબાઝ ખાન અને શુરા ખાનના લગ્નનો પહેલો ફોટો પણ સામે આવ્યો છે. મહત્વની વાત એ છે કે પિતાના બીજા લગ્ન માટે દીકરો અરહાન ખાન પણ હાજર હતો. એટલું જ નહીં તેણે અરહાન સાથે ખાસ પોઝ પણ આપ્યો છે. અરબાઝ ખાન અને શુરા ખાનના લગ્નનો પહેલો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અરબાઝ ખાને પોતે પણ લગ્ન બાદ તેની બીજી પત્ની સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. અભિનેતાએ તેની બીજી પત્ની સાથે એક ફોટો પોસ્ટ કર્યો અને તેને કેપ્શન આપ્યું, ‘મારા પ્રિયજનોની હાજરીમાં, મારો પ્રેમ અને હું આ દિવસથી નવું જીવન શરૂ કરી રહ્યા છીએપ’અભિનેતાએ આગળ કહ્યું, ‘અમને અમારા જીવનના મહત્વપૂર્ણ દિવસે તમારા આશીર્વાદ અને શુભકામનાઓની જરૂર છે!’ અરબાઝની સોશિયલ મીડિયા પોસ્ટને ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે અને કોમેન્ટ્સનો વરસાદ વરસી રહ્યો છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલિબ્રિટીઓએ પણ અરબાઝ ખાનને તેના નવા જીવન માટે શુભેચ્છા પાઠવી છે.
અરબાઝ અને શુરાએ સલમાન ખાનની બહેન અપતા ખાનના ઘરે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં અનેક સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. હાલમાં શૂરા ખાન અને અરબાઝ ખાનના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.શુરા ખાન પહેલા અરબાઝ ખાન જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં હતો. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી પણ તેમનો સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો ન હતો. આખરે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. એક ઈન્ટરવ્યુમાં જ્યોજયાએ બ્રેકઅપ બાદ પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી હતી.
અરબાઝ ખાનના પહેલા લગ્ન અભિનેત્રી મલાઈકા અરોરા સાથે થયા હતા. બંનેને એક પુત્ર છે. અરબાઝ અને મલાઈકાએ લગ્નના ૧૯ વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો હતો. છૂટાછેડા પછી મલાઈકા અરોરા એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. અરબાઝે શૂરા સાથે બીજો સંસાર શરૂ કર્યો છે.