સલમાન ખાનની બહેન અર્પિતા ના ઘરમાં ચોરી, પોલીસે એકની ધરપકડ કરી

મુંબઇ, બોલિવૂડ એક્ટર સલમાન ખાનની સાથે તેનો આખો પરિવાર લાઇમલાઇટમાં રહે છે. હાલમાં તેની બહેન અર્પિતા પોલીસમાં ફરિયાદ કરવાને કારણે ચર્ચામાં છે. હકીક્તમાં મુંબઈના ખારમાં તેમના ઘરેથી હીરાની બુટ્ટીની ચોરી થઈ હતી, જેના માટે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અર્પિતા ખાનની ફરિયાદ બાદ પોલીસે આ મામલામાં સંદીપ સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે મુંબઈના વિલે પાર્લે ઈસ્ટની અંબેવાડી ઝૂંપડપટ્ટીનો રહેવાસી છે. તે અર્પિતા ખાનના ઘરમાં હાઉસ હેલ્પર તરીકે કામ કરતો હતો. તે હવે ચોરીના ગુનામાં પોલીસ કસ્ટડીમાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે અર્પિતા ની આ બુટ્ટીની કિંમત ૫ લાખ રૂપિયા હતી. તેણે તેને મેક-અપ ટ્રેમાં રાખી હતી, જે પાછળથી મળી ન હતો. જે બાદ તેણે પોલીસમાં ફરિયાદ કરી અને ત્યારબાદ તેના ઘરમાં કામ કરતો વ્યક્તિ પકડાઈ ગયો. આ મામલો ૧૬ મેનો છે અને તે જ દિવસે પોલીસે તપાસ કરીને ચોરને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી.

સંદીપ છેલ્લા ચાર મહિનાથી અર્પિતા ના ઘરે કામ કરતો હતો. જો કે તે કોઈને કહ્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો. સંદીપના ઘરેથી ચોરાયેલી બુટ્ટી મળી આવી છે અને તે પોલીસ રિમાન્ડમાં છે. તમને જણાવી દઈએ કે અર્પિતા અને આયુષ શર્મા તે ઘરમાં તેમના બે બાળકો સાથે રહે છે.

જો કે સલમાન ખાનના પરિવારના અન્ય સભ્યોની સાથે અપતા પણ અવાર-નવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. તે સલમાન ખાનની દત્તક બહેન છે, પરંતુ આખો પરિવાર તેને ખૂબ પ્રેમ કરે છે. તેણે વર્ષ ૨૦૧૪માં આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા.