
મુંબઇ, અભિનેત્રી અને સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે સલમાન ખાનના પિતા સલીમ ખાન પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપો બાદ મોટો વિવાદ ઉભો થયો છે. સલમામ ખાન સાથે બ્રેકઅપ બાદ સોમી અલી પોતાની ભડાસ કાઢતી રહે છે. હવે તેને સલમાન ખાન પર ગંભીર આક્ષેપો કર્યા છે. સોમી અલીએ સલમાનના પિતા સલીમ ખાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.
સોમી અલીએ હાલમાં જ સલમાન ખાન વિરુદ્ધ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે સલીમ ખાન વિશે પણ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સોમીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, સલમાન તેં મારી પાસેથી બધું છીનવી લીધું છે. તું પણ તારા પિતા જેવો જ છે, જેણે તેની જ પત્ની અને તારી માતાનું ઘણાં વર્ષો સુધી શોષણ કર્યું. સોમી અલીએ આગળ લખ્યુ તે, આ ખૂબ જ દુ:ખદ છે કે તમે તમારી આંખો સામે આ બધું થતું જોતા રહ્યા. એક પુત્ર તરીકે તમે ક્યારેય તમારી માતાને મદદ કરી નથી અને તમારા પિતાને આદર્શ તરીકે રાખ્યા. સોમી અલી અહીં જ ન અટકી, તેણે સલમાન ખાનને અભણ અને જાહીલ ગણાવી દીધો. સોમી અલીએ પોતાની પોસ્ટમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ વિશે આગળ લખ્યું કે, તે શાહીન, સંગીત અને સોમી બધી જ સાથે મારપીટ કરી છે. કેટરીના કૈફે પણ મને એક વાર ફોન કર્યો હતો. આ બધું હું મારી આત્મકથામાં લખીશ.
આ સિવાય સોમી અલીએ સલમાન ખાનના પિતા સલીમ ખાન માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો. તેણીએ આગળ લખ્યું કે, બુઢ્ઢા આદમી તારો સમય પૂરો થવાનો છે. અલ્લાહ તને નફરત કરે છે. તમે ૧૭ વર્ષની છોકરીની શાંતિ છીનવી હતી. આ પહેલા સોમી અલીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાન અને સંગીતા બિજલાનીના લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, સલમાને સંગીતાને છેતરી છે. બંનેના લગ્નના કાર્ડ છપાઈ ગયા હતા. પરંતુ લગ્નના થોડા દિવસો પહેલા સંગીતાએ સલમાનને સોમી સાથે રંગે હાથે પકડી લીધો હતો. જે બાદ તેણે આ લગ્ન તોડી નાખ્યા.