સક્ષમ એપ દ્વારા દિવ્યાંગ મતદારોને મળતી સુવિધા: વોઈસ આસિસટન્સ: પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ અવાજ સહાય પૂરી પાડે છે.

  • ટેક્સ્ટ-ટુ-સ્પીચ: બધિર દિવ્યાંગ મતદારો માટે સક્ષમ એપ ટેક્સ્ટ-ટુ-સ્પીચ પ્રદાન કરે છે.

નડિયાદ,ઍક્સેસિબિલિટી ફિચર: દિવ્યાંગ મતદારોની સરળતા માટે એપ્લિકેશનમાં સંખ્યાબંધ ઍક્સેસિબિલિટી સુવિધાઓ છે, જેમ કે મોટા ફોન્ટ્સ અને હાઈ-કોન્ટ્રાસ્ટ રંગો.

મતદાન મથકો અંગેની માહિતી: સક્ષમ એપ મતદાન મથકોની માહિતી પણ પૂરી પાડે છે, જેમાં મતદાન મથકનું સ્થાન, મતદાન મથક પર ઉપલબ્ધ સુવિધાઓ અને મતદાન અધિકારીઓની સંપર્ક વિગતોનો સમાવેશ થાય છે.

ફરિયાદ: સક્ષમ એપ ચૂંટણી દરમિયાન દિવ્યાંગ મતદારોને આવતી કોઈપણ સમસ્યા અંગે ફરિયાદ નોંધાવવાની પણ સુવિધા આપે છે.

આમ સક્ષમ એપ પર નોંધણી, નવા મતદાર નોંધણી, પીડબ્લ્યુડી તરીકે માર્કિંગ કરવાની રિક્વેસ્ટ, સ્થળાંતર માટેની વિનંતી, સુધારો કરવા વિનંતી, નામ કાઢવા અંગે વિનંતી, ચૂંટણીલક્ષી (આધાર) પ્રમાણીકરણ માટે વિનંતી, સ્ટેટસ ટ્રેકિંગ, મતદાન મથક પર પીડબ્લ્યુડી માટેની સુવિધાઓ, પિક એન્ડ ડ્રોપ માટેની વિનંતી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, ખેડા જીલ્લામાં 21,087 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. આ દિવ્યાંગ મતદારો માટે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર રેમ્પ અને વ્હીલચેરની સુવિધા, પીડબ્લ્યુડી મતદારોને મદદ કરવા માટે મતદાન સ્વયંસેવકો, દિવ્યાંગ મતદારો માટે અલગ લાઈન, પર્યાપ્ત પાર્કિંગ જગ્યાની તથા દિવ્યાંગ મતદારો માટે મફત પિક એન્ડ ડ્રોપની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત 40% થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારોને વૈકલ્પિક પોસ્ટલ બેલેટની સુવિધા પણ આપવામાં આવશે.