સાકરીયા ગામની સાલ્વી પટેલ ગળતેશ્વર તાલુકા પ્રથમ અને ખેડા જીલ્લામાં સાતમા ક્રમાંકે આવી

બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના સાકરીયા ગામની સાલ્વી પટેલ ગળતેશ્વર તાલુકાના થર્મલ ખાતે જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતીબાલાસિનોર તાલુકાના સાકરીયા ગામની સાલ્વી રશ્મિનભાઈ પટેલે ધોરણ-10માં એ-1 ગ્રેડ સાથે 99.93% પર્સેન્ટાઇલ મેળવી ગળતેશ્વર તાલુકામાં પહેલો અને ખેડા જીલ્લામાં સાતમો ક્રમાંક પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે. ઉત્તમ પરિણામ લાવવા બદલ સંસ્થાના ટ્રસ્ટી, આચાર્ય, શાળા સ્ટાફ તેમજ સમાજે અભિનંદન પાઠવ્યા હતા.