સાંકડા રસ્તાની સમસ્યા હલ કરો નહીંતર આંદોલન માટે તૈયાર રહો : સ્થાનિકોની સરકારને ચીમકી

ડાંગ, ડાંગ જિલ્લામાંથી પસાર નેશનલ હાઈવે નંબર ૯૫૩ સેંકડો હોવાના કારણે અકસ્માતનો સતત ભય રહેતો હોવાથી સ્થાનિકો આંદોલનની તૈયારી કરી રહ્યા છે.આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમસ્યા હલ કરવા અથવા આંદોલન માટે તૈયાર રહેવા ચીમકી ઉચ્ચારવામા આવી છે.

સૂત્રો અંસુઅર લશ્કર્યાઆંબા થી મહાલ સુધીનો રસ્તો પોહળો કરવા અને ભારે વાહનો બંધ કરવા બાબતે કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.ચાર ગામના સારપંચો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગામજનો એ રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપ્યું હતું.

સ્થાનિકો અનુસાર છેલ્લા ૮ વર્ષથી નેશનલ હાઇવે બનેલ માર્ગ સીંગલ પટ્ટી એટલેકે માત્ર ત્રણ મીટર પહોળો છે. વાહનોનું ભારણ વધવાથી અહીં અકસ્માતનો સતત ભય રહે છે. ૭ દિવસમાં માંગ ન સંતોષાય તો આંદોલન સાથે આવનારી લોક્સભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.