સાજીદ ખાનની ઘરમાં જગ્યા થઈ પાક્કી, હમણાં નહિ જાય એ ઘરની બહાર:

મુંબઇ,

જાણીતા ફિલ્મમેકર સાજીદ ખાને જ્યારથી બિગબોસ ૧૬માં એન્ટ્રી લીધી છે ત્યારથી તેઓ કોઈના કોઈ કારણસર ચર્ચામાં રહ્યા છે અને બિગબોસ ૧૬ના સૌથી વિવાદિત કન્સેસ્ટન્ટમાં તેમની ગણતરી થાય છે. દરેક સપ્તાહે ઘરના બાકીના સભ્યો તેમને એલિમિનેટ કરે છે પણ હજુ સુધી સાજીદ ખાનને એલિમિનેટ કરાયા નથી. એકબાજુ બિગ બોસના ફેન્સ અને ઘરના સભ્યો પણ સાજીદ ખાન બહાર જાય તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે હાલ તો સાજીદ ખાનનું ઘરમાં સ્થાન સુરક્ષિત છે.

સાજીદ ખાન ફિલ્મ મેકર હોવાની સાથે-સાથે ટીવી હોસ્ટ પણ રહ્યા છે અને ઘણીવાર તેમના મજાકિયા સ્વભાવને કારણે ટ્રોલ પણ થયા છે. જ્યારથી સાજીદ ખાને બિગબોસમાં એન્ટ્રી લીધી છે ત્યારથી જ તેમના વિષે અટકળૉ ચાલી રહી છે અને તેમને ક્યારેક તો ઘર જમાઈ પણ કહેવાય ચુકાયા છે. અત્યાર સુધીમાં જયારે જયારે પણ એલિમિનેશન આવ્યું છે ત્યારે ક્યાંક્તો ટાસ્કમાં ફેરબદલી કરાવીને અથવા તો વોટિંગ લાઇન્સ બંધ કરાવીને સાજીદ ખાનને એલિમિનેશન માંથી બચાવી લેવાયા છે, ત્યારે હવે વધુ એક અટકળ સામે આવી છે કે હાલ સાજીદ ખાનનું ઘરમાં સ્થાન સુરક્ષિત છે. આગામી લગભગ એક મહિના સુધી સાજીદ ખાનને સલમાન ખાન પણ ઘરની બહાર નીકળી શકશે નહિ તેવી મેર્ક્સ સાથે ડીલ થયેલી છે. ખૈર આતો ખાલી અટકળ છે આગળ બિગબોસમાં શું થશે અને કોનું એલિમિનેશન થશે એ તો સમય જ બતાવશે પણ સાજીદ ખાને નિમૃતના જન્મદિવસ પર અબ્દુલ રઝાક સાથે જે મસ્તી કરી હતી તેનાથીપણ બધામાં નારાજગી જોવા મળી રહી છે. વેલ, બિગબોસ ૧૬ માં આગળ શું થશે એ તો ખબર નથી પણ હાલ તો સાજીદ ખાન ઘરમાં સુરક્ષિત છે એ વાત તો પાક્કી છે.