સૈનિકોમાં તનાવ ઓછો કરવા યોગ કરાવાશે: રજા ન મળવાને કારણે અનેક સૈનિક તણાવમાં

નવીદિલ્હી, મોટા ભાગના સૈનિકો તણાવમાં રહે છે જ્યારે તેઓને તેમની ઈચ્છા મુજબ અને કટોકટીની સ્થિતિમાં રજા મળતી નથી. આ સિવાય કૌટુંબિક કારણો પણ સૈનિકોની માનસિક સ્થિતિને અસર કરે છે. કેન્દ્રીય સશસ્ત્ર દળોમાં સૈનિકોમાં તણાવનું સ્તર ઘટાડવા અને તેમને વધુ સારું વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે.

બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, તેના તાજેતરના અભ્યાસ અને પોલીસ ભરતીમાં મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ રિપોર્ટ BSF, ઉત્તરાખંડ પોલીસ અને CISFના ત્રણ ADG રેન્કના અધિકારીઓએ દિલ્હી યુનિવસટી,ITBP અને SSBના ઉચ્ચ સ્થાન ધરાવતા નિષ્ણાતો સાથે તૈયાર કર્યો છે. ગૃહ મંત્રાલયના ટાસ્ક ફોર્સ દ્વારા રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સૈનિકોના પારિવારિક પ્રશ્ર્નોે, રજા નકારી કાઢવા, અપશબ્દો કે અયોગ્ય કામ સોંપવામાં આવવું વગેરેને તણાવના મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય સશ પોલીસ દળોમાં ગૃહ મંત્રાલય દ્વારા આત્મહત્યા નિવારણ માટે એક એક્શન પ્લાન બનાવવા માટે રચવામાં આવેલ ટાસ્ક ફોર્સના અંતિમ ડ્રાફ્ટ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે લગભગ ૮૦ ટકા આત્મહત્યા સૈનિકો રજા પરથી પાછા ફર્યા પછી થાય છે.

સૈનિકોની આત્મહત્યાના મુખ્ય પરિબળોમાં જીવનસાથી અથવા કુટુંબના સભ્યનું મૃત્યુ, વૈવાહિક વિખવાદ, નાણાકીય મુશ્કેલીઓ અને બાળકો માટે અપૂરતી શૈક્ષણિક તકોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે કુટુંબ અને ફરજ સંબંધિત બંને મુદ્દાઓ આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી શકે છે.