
મુંબઇ,
મહારાષ્ટ્રના વિશ્ર્વ પ્રસિદ્ધ શિરડી સાંઈ મંદિરમાં ભક્તોએ સોનાના આભૂષણો ભેટ આપવાનું શરૂ કરી દીધું છે. નવા વર્ષના આગમન પછીના પ્રથમ દિવસથી જ સાંઈ બાબાના ભક્તો તેમને સોના-ચાંદીના આભૂષણો અર્પણ કરી રહ્યા છે. વર્ષના પહેલા જ દિવસે એક ભક્તે સાંઈ બાબાને ૪૭ લાખ રૂપિયાનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો. જે પછી સાંઈ ભક્તો સોનાના આભૂષણો ચઢાવ્યા છે.
હૈદરાબાદથી મહારાષ્ટ્રના શિરડી મંદિરમાં આવેલા સાંઈ ભક્ત નાગમ અલીવેનીએ તેમના પતિની યાદમાં સાંઈ બાબાને ૧૨,૧૭,૪૨૫ રૂપિયાની કિંમતનું ૨૩૩ ગ્રામ વજનનું સોનાનું કમળનું ફૂલ અર્પણ કર્યું હતું. સાંઈ બાબાને આ અર્પણ કર્યા પછી અલીવેની ખૂબ જ સંતુષ્ટ અને ખુશ દેખાતા હતા. આ કમળનું ફૂલ સાંઈ બાબાને ધૂપ આરતી સમયે અર્પણ કરવામાં આવ્યું હતું.
ગયા વર્ષે પણ એક સાંઈ ભક્તે શિરડીમાં બાબાના દરબારમાં ત્રણ સોનાના કમળના ફૂલ ચઢાવ્યા હતા. તે પછી આ વર્ષે હૈદરાબાદની મહિલા ભક્તોએ પણ આવા જ ઉત્કૃષ્ટ અને સુંદર કમળના ફૂલોનું દાન કર્યું છે. આ સોનાના કમળનું ફૂલ ખૂબ જ સુંદર અને આકર્ષક છે. જે બપોરે સાંઈ બાબાની મૂર્તિ સામે અર્પણ કરવામાં આવે છે. સંસ્થાના પ્રભારી અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ જાધવે સાંઈનું આ કમળનું ફૂલ સ્વીકાર્યું છે.