શહેરા નાડા રોડ ઉપર રોડ ટચ ફરીયાદીના 4 પ્લોટ જાણ બહાર બારોબાર ચાર આરોપીઓએ વેચાણ કરી નાખતાં વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ

  • રે.શ.નં.4/4 પૈકી સીટી સર્વે નં.1930ના પ્લોટ નં.22(એ), 23(એ),24(એ),25(એ)ના બારોબાર વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યા.
  • શહેરામાં જમીન માફિયાઓનુંં કૌભાંડ સામે આવ્યું.
  • 2008માં પ્લોટ વેચાણથી રાખ્યા હતા : પ્લોટ માલિક.
  • 2019-2020માં વેચવા જતાં પ્લોટ વેચાઈ ગયાની જાણ થઈ.

શહેરા,શહેરાના નાડા રોડ ટચ રે.સર્વે નં.4/4 પૈકી સીટી સર્વે નં.1930ના પ્લોટ નં.22(એ), 23(એ), 25(એ)ને ફરિયાદીને આરોપીઓ દ્વારા 2008માં વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલ હતા. ફરિયાદીએ 2020માં પ્લોટ વેચવાની જરૂર પડતા આરોપીઓને મળતા ચાર પ્લોટ વેચાણ દસ્તાવેજ કરી આપી વિશ્ર્વાસધાત છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

શહેરા ખાતે નાડા રોડ ઉપર સર્વે નં.4/4 પૈકી સીટી સર્વે નં.1930 વાળી જમીનના ચાર પ્લોટ ફરિયાદી પ્રિતીબેન હકજીભાઇ હરસિંગભાઇ ભાભોર (મુળ રહે. કુડલા, ફતેપુરા, દાહોદ-હાલ. રહે એ-4 અમરદીપ ગ્રાન્સ જય યોગેશ્ર્વર ટાઉનશીપ પાછળ આજવા રોડ, વડોદરા) જે 2009માં કૃષી શાળા સુખર ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય ત્યારે શાળામાં ફરજ બજાવતા ભીખાભાઇ મંગળભાઈ પ્રજાપતિ સાથે ઓળખાણ થયેલ હતી. ત્યારે ભીખાભાઇ પ્રજાપતિએ કહેલ કે શહેરામાં ચાર પ્લોટ નં.22(એ), 23(એ), 24(એ),25(એ) મારા મિત્ર બળવંતભાઇ બુધરભાઇ બારીયાના છે અને મને પવાર ઓફ એર્ટની આપેલ છે. મારે વેચવાના તમને ઓછી કિંમતમાં કરી આપીશ તેમ કહ્યા બાદ ચાર પ્લોટ જે નાડા રોડ ઉપર રોડ ટચ આવેલ હતા. તે બતાવતા પસંદ પડતા ચાર પ્લોટની કિંમત 51,000/-રૂા. નકકી કરેલ હતી. તા.23/03/2008 સબરજીસ્ટાર કચેરી લુણાવાડા ખાતે દસ્તાવેજ નં.460/2008 થી રજીસ્ટર કરાવીને પ્લોટના કાયદેસર માલિક બનેલ છીએ. વર્ષ 2020માં ફરિયાદી પ્રિતીબેન ભાભોરને પ્લોટ વેચવાની જરૂર પડતા જમીન લે-વેચનો વ્યવસાય કરતાં તુલસીદાસ ટી.ખીમાણીને અમારો સં5ર્ક કર્યો હતો અને અમે ચાર પ્લોટ વેચવા માટે ગ્રાહક શોધી આપવા જણાવેલ હતા. થોડા સમય બાદ તુલસીદાસ ટી.ખીમાણી અમારી પાસે આવ્યા હતા અને જણાવેલ કે 4 પ્લોટ બળવંંતભાઇ બુધરભાઈ બારીયાએ તથા ભીખાભાઇનાએ અન્ય વ્યકિતઓને વેચાણ આપી દીધેલ છે. જે તમારા પ્લોટ તકરારી થઈ ગયેલ છે અને તમે જશો તો ઝગડો તકરાર તેવી ગંભીર સ્થિતી છે. તેમ જણાવતા વેચાણ રાખેલ ચાર પ્લોટની માહિતી કાઢતા અમારો શહેરા થી 1 કિ.મી. બહારના વિસ્તારમાં રે.રા.નં.4/4 પૈકી સીટી સર્વે નં.1930 જેના નગર પાલિકા નં.3326/એ 22 જેના પ્લોટ નં. એ-22 જેના 48-00 ચો.મી. બાંધકામ ઉપયોગી બિનખેતી પ્લોટ બળવંતભાઇ બુધરભાઇ બારીયાએ ભાનુપ્રસાદ માનાભાઇ વણકર (રહે. ઝોઝ, તા.શહેરા) ને દસ્તાવેજ નં.220/2013 થી ફરિયાદીની સંમતિ વગર વેચાણ આપેલ હતાો. આજ પ્લોટ ભાનુપ્રસાદ માનાભાઇ વણકર રહે. વેચાણ દસ્તાવેજ નં.647/2016 તા.02/12/2016 થી દિનેશભાઇ રામાભાઇ વણકર (રહે. બોડીદ્રાખુર્દ, તા.શહેરા) વેચાણ આપેલ અને પાલિકા નં.3326/એ-23 જેના ખાનગી પ્લોટ નં.એ-23 કુલ ચો.મી.48-00 બાંધકામ ઉપયોગી બિનખેતીના આરોપી ભીખાભાઇ મંગલભાઇ પ્રજાપતિએ જસવંતસિંહ દીપસિંહ સીસોદીયા (રહે. દલવાડા, તા.શહેરા) ફરિયાદીની સંમતિ વગર દસ્તાવેજ કરી આપેલ પ્લોટ એ-24 કુલ ચો.મી. 192-00 બાંધકામ ઉ5યોગીને આરોપી બળવંતભાઇ બુધરભાઇ બારીયાએ વ્હોરા બાદીરભાઇ તાહીરભાઇના કુલમુખત્યાર બુરહાન બાદીરભાઇ વ્હોરાને બન્ને પ્લોટ વેચાણ આપેલ પ્લોટ નં.એ-25 શ્યામકુમાર વિરૂમાલ ટીલવાણી તથા હરીશચંદ્ર ભેરૂમલ મોતીયાણી (શહેર)ને દસ્તાવેજ નં.651/2018 થી વેચાણ દસ્તાવેજ કરી આપેલ બાદમાં 2019-2020માં તુલસીદાસ ટી.ખીમાણી ફરિયાદી સાથે વડોદરા આવીને મળ્યા હતા. અન્ે હું પ્લોટ લેનાર અને રાખનાર સાથે વાત કરી લઈશ તેમ જણાવતા હતા. થોડા દિવસ બાદ વકીલ દ્વારા તા.01/12/2020ના રોજ લીગલ નોટીસ વકીલ એ.એમ.સાજોરાવાલા દ્વારા જેમાંં કબજા પાવતી અને વેચાણ બાનાખત તમે કરી આપેલ છે અને રજીસ્ટર દસ્તાવેજ કરવા વારંવાર ફોન વાતચીત કરવા છતાં આવતા નથી. તેવું લખાણ લખેલ હતું. આ બાબતે વકીલ એ.એમ.સાજોરાવાલાને લેખિતમાં આપેલ તે પછી ગોધરા કોર્ટમાં ફરિયાદી ઉપર સમન્સ આપેલ જેથી મુદ્દતમાં રહેતા હતા. ત્યાર ફરિયાદીને જાણ થઈ કે તેમની ઉપર ગોધરા કોર્ટમાં ક્રિમીનલ કેસ નં.6072/2021ના રોજ અરજદાર દીપાબેન તુલસીદાસ ખીમાણી (અંંકુર સ્કુલ ભુરાવાવ, ગોધરા) કેસ કરેલ છે. કોર્ટમાં પેન્ડીંગ છે. તે પછી પ્લોટ નં.22(એ), 23(એ),24(એ),25(એ) એ ફરિયાદીની જાણ બહાર દીપાબેન તુલસીદાસ ખીમાણી (રહે. ભુરાવાવ, ગોધરા) ને આ પ્લોટ ભીખાભાઇ મંગળભાઇ પ્રજાપતિએ વેચાણ બાનાખત કરી આપ્યાનું સામે આવ્યું. જેને લઈ શહેરા પોલીસ મથકે આરોપીઓ બળવંતભાઇ બુધરભાઇ બારીયા, ભીખાભાઇ મંગળભાઇ પ્રજાપતિ, તુલસીદાસ ટી.ખીમાણી, દીપાબેન તુલસીદાસ ખીમાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.