શહેરા,
શહેરા અલ અમીન સ્કુલ ખાતે ઘાંચી પંચના પ્રમુખ હાજી ઇકબાલ પોચા અને હાજી સોકત હયાતની ઉપસ્થિતિમાં ઉમ્મીદ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવેલ હતુ.આ રકતદાન કેમ્પમાં ઉત્સાહપૂર્વક 80 જેટલા રકતદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરતા કેમ્પને સફળતા મળી હતી.
શહેરા નગરમાં આવેલી અલ અમીન શાળા ખાતે ઉમ્મીદ ગૃપ દ્વારા એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી ગોધરાના સહયોગ થી કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં હાજી સોકત હયાત અને ઘાંચી સમાજના પ્રમુખ હાજી ઇકબાલભાઇ પોચાની ઉપસ્થિતિમાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા નું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું. કોઈ પણ ધર્મ કે જાતિના વ્યકિતને જ્યારે પણ રક્તની જરૂરિયાત પડે ત્યારે આ રક્તનો ઉપયોગ થઈ શકે તેવા શુભ આશય થી આ કેમ્પનું આયોજન ઉમ્મીદ ગૃપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા ઉમ્મીદ ગૃપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.અલ અમીન શાળા ખાતે રાખેલ રકતદાન કેમ્પમાં દિવસ દરમિયાન 80 જેટલા રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરતા કેમ્પને સફળતા મળી હતી. આ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરાના મેડિકલ ડોક્ટર એન.પી.પટેલ તેમજ સ્ટાફ સહિત ઉમ્મીદ ગૃપના બધા સભ્યો ઊપસ્થિત રહ્યા હતા.