
શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ નગર અને તાલુકામાં આવેલા 158 પોલિયો બુથ પર શૂન્યથી પાંચ વર્ષના બાળકને પોલિયો રસીના બે ટીપાં પીવડાવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે પોલિયો બુથ પર બાળકો ને પોલિયો રસીના બે ટીપા પીવડાવી તાલુકા પંથકમાં પોલીયો અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
શહેરામાં રવિવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાહેર સ્થળો તેમજ બસ સ્ટેશન ખાતે પોલિયો અભિયાન અંતર્ગત થી 158 પોલિયો બુથો ઉભા કરવામાં આવ્યા હતા. નગર વિસ્તારમાં આવેલ પોલિયો બુથ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ ગઢવી અને ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ તેમજ સ્ટાફની ઉપસ્થિતિમાં વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે બાળકને પોલિયો ના બે ટીપા પીવડાવી ને પોલિયો અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જ્યારે નગર અને તાલુકાના વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓ, આશા વર્કરો બહેનો તેમજ આંગણવાડી કાર્યકર બહેનો 0 થી પાંચ વર્ષના બાળકને પોલિયો સામે રક્ષણ આપતા ટીપા પીવડાવવામાં આવ્યા હતા. તાલુકાના 158 જેટલા પોલિયો બુથ પર આંગણવાડીી કાર્યકર અને આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 661 જેટલા સ્ટાફે 10 હજાર કરતાં વધુ બાળકોને પોલિયો સામે રક્ષણ આપતા ટીપા પીવડાવવામાં આવ્યા હતા. તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ નગર અને તાલુકાના વિસ્તારમાં 0 થી પાંચ વર્ષનો બાળક રહી જાય નહી એ માટે ઘરે ઘરે જઈને પોલિયોના બે ટીપા પીવડાવા માં આવનાર છે.