શહેરા સહિત જીલ્લાભરમા હોળી  ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી  કરાઈ હતી, ધુળેટીના દિવસે નાના થી લઈને મોટેરા ઓ રંગબેરંગી રંગોથી રંગાઈ ને ખુશીથી ઝુમી ઊઠ્યા હતા.

શહેરા સહિત જિલ્લાના ગ્રામીણ વિસ્તાર મા ધુળેટી પર્વની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી, ધુળેટી ના દિવસે નગર અને ગ્રામીણ વિસ્તારમાં સવાર થી જ નાના ભૂલકા ઓ કલર સાથે હાથ મા પીચકારી લઈને પાણી છાંટીને રંગ થી રંગતા જોવા મળી રહયા હતા જ્યારે યુવા વર્ગ સાથે મોટાઓ પણ એકબીજા ને રંગો છાંટીને  રંગોત્સવની ઉજવણી કરી હતી.

જ્યારે ગ્રામીણ વિસ્તાર મા આ હોળી ધુળેટી પર્વ નુ ખાસ મહત્વ રહેલુ  હોવા સાથે ઢોલ અને ડી જે ના તાલે લોકો ખુશી થી નાચતા હતા. હોળીની રંગત રંગપાચમ સૂધી મનાવાતી હોય છે.ખાસ તો હોળી પર્વ માં ઘેરીયાનુ વધારે આકર્ષણ જોવા મળી રહયુ હતુ.અવનવા વેશભુષા પહેરી,ઘુઘરા બાધીને ઢોલ – નગારા સાથે ગામ ના ફળિયાઓ મા જઈને હોળી ના ગીતો ગાવા સાથે ગપૂલી રમતા નજરે પડવા સાથે  ખુશી થી ઝુમતા નજરે પડી રહયા હતા.જ્યારે પર્વ દરમિયાન પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવામા આવ્યો હતો.