સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા જે તે મોટર વાહન માલિકે બાકી રોડટેક્ષ ભરપાઇ કરી દેવા જણાવવામાં આવે છે

મહિસાગર,

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, મહીસાગરની અખબાર યાદી જણાવે છે કે મહીસાગર જિલ્લા ખાતે કુલ-411 ટેક્ષ ડિફોલ્ટર હોય તેમ માલૂમ પડેલ છે. એઆરટીઓ મહીસાગર દ્વારા તમામ ટેક્ષ ડિફોલ્ટરને નોટિસ પાઠવી દેવામાં આવેલ છે. તેમ છતાં મોટાભાગના મોટર વાહન માલિક દ્વારા રોડ ટેક્ષ ભરપાઇ કરવામાં આવેલ નથી. ટૂંક સમયમાં આવા તમામ મોટર વાહનના બાકી રોડ ટેક્ષ સબબ સંબંધિત મોટર વાહન માલિકની મિલકત પર બોજો નાખવાની કાર્યવાહી કરવામાં આવનાર હોય તાત્કાલિક જે તે મોટર વાહન માલિકે બાકી રોડટેક્ષ ભરપાઇ કરી દેવા જણાવવામાં આવે છે.