વલસાડ,પૈસા ડબલ કરી આપવાના સપ્ના બતાવી લોકોનાં લાખો રૂપિયા લઈને પાક્તી મુદતે પૈસા ન આપવાનાં કિસ્સામાં વલસાડ શહેર પોલીસ મથકે સહારા ગ્રુપના ચેરમેન સુબ્રોતોરોય તેમની પત્નિ સપ્નારોય સહીત કુલ ૪૪ આરોપીઓ સામે -.૩૪.૪૫ લાખની છેતરપીંડીની પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી છે. વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા કોસંબા ગામે રહેતા અને માછીમારી કરતાં રામજીભાઈ છનીયાભાઈ ટીંડેલે વલસાડ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યું હતું કે ૨૦૦૪ થી ૨૦૦૬ દરમ્યાન સહારા ઈન્ડીયાના વલસાડના એજન્ટ તરીકે કામ કરતાં રમેશકુમાર રામપ્રસાદ ચોરસીયા, પાસેથી પ્રથમ બે લાખનુ રોકાણ સહારા ઈન્ડીયાએ કર્યું હતું. આ રકમની ૨૦૧૦ થી ૨૦૧૨ ના વર્ષમાં પાક્તી મુદતે નાણા મળી ગયા હતા.બાદમાં સહારા ઈન્ડીયામાં રૂા.૫ લાખની રકમ વર્ષ ૨૦૧૨ માં જમા કર્યા ૫ વર્ષે ૧૦ લાખ રૂપિયાની રકમ લેવા માટે જતા સહારા ગ્રુપના એજન્ટ રમેશભાઈ ચોરસીયા તથા સહારા ગ્રુપના ઓફીસમા ફરજ બજાવતા મેનેજર કલ્યાણસિંહે તમારા નાણા પાંચ વર્ષ માટે ફરીવાર રોકયા છે.
એમાં ૨,૦૬,૩૩૯ નું માત્ર ૩૬ મહિના માટે રોકાણ કર્યું છે. બાકીની રૂા.૮.૧૨ લાખની રકમ કયુ શોપમાં રોકાણ કરવામાં આવ્યું છે.એમ કહી પાક્તી મુદત હોવા છતાં સહારા ઈન્ડીયા કંપ્નીના મેનેજરે રૂા.૧૦,૧૮,૩૩૯ રકમ પરત આપી ન હતી. આ ઉપરાંત સહારા ઈન્ડીયા કંપ્નીમાં અલગ અલગ વ્યક્તિએ રોકાણ કરેલા રૂપિયા આપવામાં આવ્યા ન હતા. અને રોકાણકારો સાથે રૂા.૩૪.૪૫ લાખની છેતરપીંડી કરનારા ૭ માલીકો ડાયરેકટરો કંપ્નીના હોદેદારો મળી કુલ ૪૪ આરોપીઓ સામે ફરીયાદ નોંધાવી છે.