સાગટાળા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના પાંચીયાશાળા ગામે સ્ટેટ વીજીલન્સ ઉપર જે બુટલેગરોએ જીવલેણ હુમલો કર્યો હતો તેના માણસો પોલીસના રડારમાં હજુ પણ આવતા નથી ?

દે.બારીયા,

દાહોદ જીલ્લાના દે.બારીયા તાલુકા પાંચીયાશાળા ગામે તા.10મી જાન્યુઆરી 2023ના રોજ રાત્રીના 10 થી 10.30ના સમયમાં સાગટાળા આઉટપોસ્ટની હદમાં આવતો અને એમ.પી.ની બોર્ડરના ગામે નાકા બંધી કરી આવતી જથી તમામ વાહનોને તપાસણી હાથ ધરતા તેમાં બાતમીમાંં દર્શાવેલી ફોર વ્હીલ ગાડીમાંં કુખ્યાત બુટલેગર ભીખા રાઠવાના સાથીદારો ફોરવ્હીલ ગાડીમાં વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો હોવાની શંકા એ પોલીસની તપાસ દરમ્યાન જણાઈ આવતાં તે સમયે રાજ્યની પોલીસ કુખ્યાત બુટલેગર ભીખા રાઠવાની અટકાયત કરવા નાકાબંધી કરતા ભીખા રાઠવાને અટકાયતમાં લેવા કોશીષે ભીખા રાઠવાએ પોતાની બાર બોરની બંદુક માંથી વિજીલન્સ પોલીસ ઉપર ચાર રાઉન્ડ ફાયરીંગ કરતા અને તેજ સમયે પ્લાન મુજબ બુટલેગરના માણસોએ પાછળથી આવી અચાનક વિજીલન્સની ટીમ ઉપર મારક હથિયારો સાથે મારો કાપોની કીકયારીઓ સાથે હુમલો કર્યો તેના સંદર્ભે બે પોલીસ સર્વિસ રીવોલ્વર માંથી ચાર રાઉન્ડ સ્વબચાઉ માટે કર્યું હતું. તેવા રાત્રીના સમયે અંધારાનો લાભ લઈને ભીખા રાઠવા અને તેના સાગરીતો નાશી છુટવામાં સફળ થયા હતા શું ? તેમાં વિજીલન્સની ચેકીંગની માહિતી બુટલેગરોનુ મળી ચુકી હતી. તેવા દોરની શંકાના સવાલો ધેરાઓ છે.

મળતા સુત્રો મુજબ આ હુમલો વિજીલન્સનો મોરલ તોડવા માટેનો કાવતરું હતું અને બીજી બાજુ એમ.પી.ના બોર્ડર ઉ5ર વિદેશી દારૂનો મોટો જથ્થો ધુસાડવારો પ્લાન હતો. પોલીસ અહીંયા વળગી રહે અને બુટલેગરના અમુક માણસો પાંચીયાશાળા ગામે રોકી રાખીને બુટલેગરના અન્ય માણસોના દ્વારા મોટાપ્રમાણનો જથ્થો ધુસાડવામાં બુટલેગરો સફળ રહ્યા છે અને આજે પણ ત્યાં મોટાપાયે દારૂની હેરાફેરી સાથે સપ્લાય થાય છે શું ? આમાં પોલીસની મેળાપીપણી નથી ગાંધીનગર થી સ્ટેટ વિજીલન્સની ટીમ ગામમાંં પ્રવેશી છે અને બુટલેગરોના માણસો મારક હથિયારો સાથે હુમલો કરીને નાશી છુટે તે પોલીસ તંત્ર માટે કલંક સાંઠગાંઠ તો નથી ને તે યક્ષ પ્રશ્ર્ન છે. સાગટાળા પોલીસને એક લાખનો હપ્તો એક માસનો ચાલે છે ? તેવું આમ જનતામાં ચર્ચાય છે. પોલીસમાં પણ બુટલેગરોનો માણસ હોય શકે છે. સાગટાળા પોલીસ તબેલા માંથી ધોડા નાશી છુટીયા અને તાળા બંધી કરી રહી છે.

સમગ્ર ધટના ક્રમ બાદ દાહોદ જીલ્લા સહિત ગુજરાત રાજ્યમાં સ્ટેટ વિજીલન્સ ઉપર ફાયરીંગના બનાવ થી રાજ્યની આખી પોલીસ હચમચી જવા પામી હતી. કડક કાર્યવાહી કરવા સાથે જીલ્લાની આખી પોલીસ એકશનમાં આવી છે.

ભીખા રાઠવાના નિવાસ્થાનોમાં મીઠીબોર તેમજ પાંચીયાશાળાના ગામે બુટલેગરોના સ્થળો ઉપર જીલ્લાની બાહોશ પોલીસ છાપા ઉપર મારી રહી છે. નાના બુટલેગરો હાથમાં આવે છે. પરંતુ વિજીલન્સના ઉપર જીવલેણ હુમલામાં સામેલ લગભગ 23 જેટલા કુખ્યાત બુટલેગરના માણસો હાથ લાગ્યા નથી કે પછી ચોર પોલીસનો ખેલ ખેલાતો નથી ને તેવું ટોક ઓફ ધ ટાઉન ચાલે છે.