સગીરે ભરણપોષણ માટે દર મહિને ૬૦ હજાર માંગ્યા, કોર્ટે માતાને નોટિસ મોકલી

નવીદિલ્હી, દિલ્હીની સાકેત કોર્ટમાં ૧૪ વર્ષના છોકરાએ તેની માતાના નર્સ છે.

ફેમિલી કોર્ટ તરફથી જારી કરવામાં આવેલી નોટિસમાં બાળકે પોતાની માતા પાસે દર મહિને ૬૦,૦૦૦ રૂપિયા આપવાની માંગ કરી છે. આ કેસની આગામી સુનાવણી ૯ સપ્ટેમ્બર ૨૦૨૩ના દિવસે થવાની છે. સગીરના પિતાએ વકીલ આબિદ અહેમદ અને મોબીના ખાન મારફત પુત્ર માટે અરજી કરી છે. અરજદારની ઉંમર ૧૪ વર્ષ છે અને તે એક ખાનગી શાળામાં ૮મા ધોરણમાં અભ્યાસ કરે છે. અરજીમાં પિતાએ માતા પર બાળકની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો છે. બાળકનો જન્મ ૨૦૦૮માં થયો હતો. એવો આરોપ છે કે માતા માત્ર સગીર બાળકની ઉપેક્ષા કરવા માટે દોષિત નથી પરંતુ તે માત્ર ૪૦ દિવસનો હતો ત્યારે બાળકને ખુલ્લા રસ્તા પર ફેંકીને તેને ત્યજી દેવા માટે પણ દોષિત છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાળકના જન્મથી જ માતાએ બાળક સાથે કોઇ સંબંધ રાખ્યો નહોતો.અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાળકના પિતા ૧૧ હજાર રૂપિયા સ્કુલ ફી ભરે છે. સાથે ૪૦ હજાર રૂપિયા જમવા, કપડા, સ્ટડી મટીરીયલ્સ માટે ખર્ચ કરી રહ્યા છે. સાથે જ પિતા વર્ષનું ૧ લાખ રૂપિયા પ્રીમિયમ ભરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાળકના પિતા માનસિક રીતે એટલા પરેશાન થઇ ગયા છે કે તેઓ અત્યારે કામ કરવાની કોઇ સ્થિતિમાં રહ્યા નથી. કારણકે બાળકની માતાએ બાળકના પિતા પર દહેજ ઉત્પીડનનો કેસ કરેલો છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે બાળકના પિતા છેલ્લાં ૧૪ વર્ષથી એકલા જ બાળકનો ઉછેર કરે છે અને માતા દ્રારા કોઇ પણ મદદ મળતી નથી. પિતાના વૃદ્ધ માતા-પિતા પણ છે તેમની પણ દેખરેખ રાખવી પડે છે. આ અરજીને આધારે ફેમિલી કોર્ટે માતાને નોટિસ મોકલાવી છે જેની સુનાવણી હવે ૯ સપ્ટેમ્બરે થવાની છે.