સગીરા સાથે શારીરિક અડપલા અને છેડછાડના ગુનામાંં ગોધરાના આરોપી પાંચ વર્ષ છ માસની સજા ફટકારતી પોકસો કોર્ટ

ગોધરા,ગોધરામાં 2019માં આરોપી ઈસમ દ્વારા સગીરાને મદ્રેસા દાદરા ઉપરથી આગાસીમાં લઈ જઈ શારીરિક અડપલા કરી છેડછાડ કર્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ હતી. આ ગુનામાં આરોપીના કેસ સ્પે.જજ તથા બીજા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં મદદનિશ સરકારી વકિલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને પાંચ વર્ષ અને છ માસની સજા ફટકારવામાં આવી.

ગોધરા મેંદા પ્લોટ ઈમરાન મસ્જીદ બાજુમાં રહેતા આરોપી જુનેદ ઉર્ફે ચંપા સાદ્દીક સમોલએ 2019ના વર્ષમાં સગીરાને મદ્રેસાના દાદરાથી આગાસીમાંં લઈ જઈ શારીરિક અડપલા કરી છેડછાડ કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ હતી. આ ગુનામાં આરોપીને ઝડપી પાડી તેની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરાઈ હતી. તે કેશ પંચમહાલ જીલ્લા સ્પે.જજ તથા બીજા એડીશનલ સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં ચાલી જતાં પુરાવા તેમજ મદદનિશ સરકારી વકીલ આર.એમ.ગોહિલની દલીલોને સાંભળ્યા બાદ આરોપી જુનેદ ઉર્ફે ચંપા સીદ્દીક સમોલને પાંચ વર્ષ છ માસની સજા અને દંડની સજા ફટકારવામાં આવી.