સુરત,
વૈભવ પાટીલ નામનો આરોપી એક વર્ષ પહેલા ૧૫ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડીને લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારે હવે દુષ્કર્મ ગુજારનારા ૧૮ વર્ષીય આરોપીને કોર્ટે ૨૦ વર્ષની સજાનો હુકમ કર્યો છે.
સુરતમાં દુષ્કર્મના આરોપીને આકરી સજા ફટકારવામાં આવી છે. સુરતના ડિંડોલીમાં એક વર્ષ પહેલા સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સજા થઇ છે. વૈભવ પાટીલ નામનો આરોપી એક વર્ષ પહેલા ૧૫ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડીને લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારે હવે દુષ્કર્મ ગુજારનારા ૧૮ વર્ષીય આરોપીને કોર્ટે ૨૦ વર્ષની સજાનો હુકમ કર્યો છે. સરકારી વકીલ દિપેશ દવેએ કોર્ટમાં આરોપીને કડકમાં કડક સજા કરવા માટે દલીલ કરી હતી. સુનાવણી દરમિયાન દીપેશ દવે આ કેસ પુરવાર કરવામાં સફળ રહ્યા હતા. સુનાવણીના અંતે સમગ્ર કેસમાં આરોપીને કોર્ટે ૨૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સાથે જ ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
થોડા મહિના પહેલા પર એક દુષ્કર્મના આરોપીને કોર્ટે આકરી સજા ફટકારી હતી. સુરતમાં પુણા ગામની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. સુરત એડિશનલ ડ્રિસ્ટિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જ્જે આરોપી રામપ્રસાદ ઉર્ફે લલનસિંગ મહેશસિંગ ગૌણને સજા ફટકારી હતી. સીસીટીવી અને મેડિકલ પુરાવા આ કેસમાં મહત્વના સાબિત થયા હતા. ભોગ બનનાર પરિવારને ત્રણ લાખનું વળતર આપવાનો કોર્ટે હુકમ કર્યો હતો. તમામ પુરાવા સાથે કોર્ટમાં રજૂ કરતા ૯૧ દિવસમાં કોર્ટે ફાંસીની સજા ફટકારી વધુ એક દાખલો બેસાડ્યો છે. ઘટનાની વાત કરીએ તો, આરોપીએ ૧૩ એપ્રિલે ઘર નજીક રહેતી બાળકીને ઉંચકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ પિશાચી કૃત્ય આચર્યું હતું. બસના પાર્કિંગમાં બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ થઈ હતી. આ કેસમાં આરોપીએ અંદાજિત ૭ કિલોની બાળકી પર ૧૫ કિલોથી વધુના વજનનો પથ્થર મૂકી હત્યા કરી હતી. બાદમાં નજીકના ખાડામાં દાટી દીધી હતી.