સગીરાને ચા પીવાના બહાને ઘરે લઇ ગયો અને પછી આચાર્યએ વિદ્યાર્થીની બનાવી હવસનો શિકાર

મહીસાગર, મહીસાગર જિલ્લામા શિક્ષણ જગતને કલંક્તિ કરતો કિસ્સો આવ્યો સામે આચાર્ય બન્યો હવસનો પુજારી નાબાલીક બાળકી પર કર્યુ દુષ્કર્મ એક મહીના પહેલા જ જાનવર સ્કૂલમા આચાર્ય તરીકે નિમણુંક થઇ હતી.ગતરોજ ભુતપૂર્વ વિદ્યાર્થીની લુણાવાડા બજારમાં ખરીદી માટે આવ્યા હતા ત્યારે ઘરે ચા પીવા બહાને અન્ય વ્યક્તિ ઘરે લઈ જઇ તકનો લાભ ઉઠાવી ૧૭ વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું.

વિદ્યાર્થીની પોતાની ખરીદી માટે લુણાવાડા બજારમાં આવી હતી ત્યારે આચાર્ય મળતા વાત કરી અને આચાર્ય એ કીધું બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે તેમ કહી ઘરે લઈ જઈ આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યુ હતું

શ્રીજી હાઈસ્કૂલ શિક્ષકો દ્વારા કહેવામાં અવાયું છે કે, લંપટ શિક્ષકને કડકમાં કડક સજા થવી જોઈએ.રાજેશ પટેલ અગાઉ લુણાવાડાની ક્સિાન હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો જેને લઇ વિદ્યાર્થીની તેને ઓળખતી હતી વિદ્યાર્થીનીની મરજી વિરુદ્ધ ધરે લય જઈ દુષ્કર્મ કરી વિદ્યાર્થીનીને તેનાં ગામની સીમમા છોડી ભાગી છૂટયો હતો.

વિદ્યાર્થીનીના પરિવારજન ને જાણ થતા વિદ્યાર્થીનીને લઈ લુણાવાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઇ હતી.હાલ વિદ્યાર્થીની હાલ સરકારી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. લુણાવાડા ટાઉન પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.