દાહોદ, પોલીસમાં સગીરાના અપહરણની દાખલ થયેલ ફરિયાદ પાછી ખેંચી લેવાનું તેમજ પોલીસને પૈસા આપવાનું બહાનું કરી રૂા. 7000ની માંગણી કરી અંતે રૂા. 40,000 જેટલી માતબર રકમ બળજબરીથી કઢાવી લેનાર ઠગ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ થયાનું જાણવા મળ્યું છે.
દાહોદ જીલ્લાના વડબારા ગામે માતા ફળિયામાં રહેતા બદરીભાઈ જોખાભાઈ બારીયાએ દાહોદ તાલુકાના આગાવાડા ગામના નવા ફળિયામાં રહેતા કાળીયાભાઈ ઉર્ફે જુવાનસીંગ માવજીભાઈ મંડોડના સાળા વિરૂધ્ધમાં દાખલ થયેલ અપહરણના ગુનાની ફરિયાદ પાછી ખેંચી લેવા તેમજ પોલીસને પૈસા આપવાનું બહાનું કરી આગાવાડાના કાળીયાભા ઉર્ફે જુવાનસિંગ માવજીભાઈ મંડોડ પાસે ગત તા. 30-3-2023ના રોજ સવારે રૂા. 70 હજારની માંગણી કરી હતી પરંતુ કાળીયાભાઈ ઉર્ફે જુવાનસીંગે આટલી મોટી રકમની માંગણી સંતોષવાની ના પાડી દેતા ભારે રકઝકના અંતે વડબારા ગામના બદરીભાઈ જોખાભાઈ બારીયાએ આગાવાડા ગામના કાળીયાભાઈ ઉર્ફે જુવાનસીંગ મંડોડ પાસેથી બળજબરી પૂર્વક રૂા. 40 હજાર કઢાવી લઈ છેતરપીંડી ઠગાઈ કરી હતી. આ રૂપિયા 40 હજાર પરત લેવા માટે કાળીયાભાઈ મંડોડ ઘણા પ્રયાસો કરી જોયા પરંતુ બદરીભાઈ જોખાભાઈ બારીયાએ પૈસા પરત ન આપતા આગાવાડા ગામના નવા ફળિયામાં રહેતા અને છેતરપીંડી અને ઠગાઈનો ભોગ બનેલ કાળીયાભાઈ મંડોડ કતવારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે આ સંદર્ભે વડબારા ગામના બદરીભાઈ જોખાભાઈ બારીયા વિરૂધ્ધ ઈપિકો કલમ 417, 420, 384 મુજબ છેતરપીડીં ઠગાઈનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.