મુંબઇ, પરિણીતી ચોપરાએ ૧૩ મેના રોજ દિલ્હીમાં આપ નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી હતી. હવે સગાઈ બાદ પરિણીતી પહેલીવાર દેખાઈ છે. પરિણીતી રવિવારે સાંજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પરિણીતી કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.
એરપોર્ટ પર, તેણે સફેદ ટી-શર્ટ – ડેનિમ જીન્સ સાથે બ્લેઝર પહેર્યું છે. તેણે બ્લેક હેન્ડ બેગ અને બ્લેક ગોગલ્સ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે. પરિણીતીને જોઈને ચાહકોએ તેને ઘેરી લીધી, જ્યાં તેણે ફેન્સ સાથે એક પછી એક સેલ્ફી લીધી. આ પછી તે પોતાની કાર તરફ રવાના થઈ ગયી.
એરપોર્ટ પર હાજર પાપારાઝીઓએ પરિણીતીને તેની સગાઈ માટે અભિનંદન પાઠવ્યા હતા. આ જ મીડિયા વ્યક્તિએ તેના લગ્ન વિશે એક પ્રશ્ર્ન પણ પૂછ્યો હતો, ’પરી જીના લગ્ન ક્યારે છે?
રાઘવ ચઢ્ઢાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પરિણીતી માટે એક ખાસ પોસ્ટ કરી છે. તેણે લખ્યું, ’એક દિવસ, આ સુંદર છોકરી મારા જીવનમાં આવી, જેણે મારા જીવનને સ્મિત અને હાસ્યથી મારા જીવનને રોશની થી ભરી દીધું. કોઈ આશ્ર્ચર્ય નથી કે અમારી સગાઈ એક એવો આનંદદાયક પ્રસંગ હતો જ્યાં આનંદ, હાસ્ય, ખુશી અને આનંદના આંસુ અમારા પરિવારને વધુ નજીક લાવ્યા, ખાસ કરીને પંજાબી રીતે’.
બંનેની સગાઈની વિધિ શાનદાર રહી હતી. આ કાર્યક્રમનું આયોજન દિલ્હીના કપૂરથલા હાઉસમાં કરવામાં આવ્યું હતું. આ સગાઈ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, આદિત્ય ઠાકરે, પી.ચિદમ્બરમે હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરા પણ બહેન પરિણીતીના આ ખાસ દિવસે હાજરી આપવા લંડનથી પહોંચી હતી. પરિવારના સભ્યો, મિત્રો અને સંબંધીઓ પણ હાજર હતા.