
દાહોદમાં તા.15 જુલાઇ થી 28જુલાઇ સુધી હિપેટાઇટિસ દિવસની ઊજવણી થઇ રહી છે. જેના અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત, જીલ્લાક્ષય અને એચ.આઇ.વી. અઘિકારી ડો.આર.ડી.પહાડીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુરેશ.વી.અમલિયારના માર્ગદર્શન હેઠળ સાગડાપાડા PHC ખાતે HIV /AIDS , હીપેટાઈટીસ બી, TB, ચાંદીપુરમ, સિકલસેલ, સિફિલીસ જેવા રોગો વિશે IEC (પ્રચાર પ્રસાર)કરવામાં આવ્યોહતો.
આ દરમ્યાન સ્થાનિક લોકોને પત્રિકા તેમજ પોસ્ટરના માધ્યમથી સમજ આપવામા આવી હતી. ત્યારબાદ સાગડાપાડા PHC પર હેલ્થ કેમ્પ દરમ્યાન ટેસ્ટિંગ પણકરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.રંજના, ICTC કાઉન્સેલર નયનાબેન દરજી તથા લેબટેક કૌશિકભાઇ સોલંકી HIV ટેસ્ટિંગ મોબાઇલ વાન માંથી તુષારભાઇ, LWS લિંક વર્કર તેમજ સાગડાપાડા PHC નો સ્ટાફ હાજર રહ્યા હતા. આ કેમ્પ દરમ્યાન કુલ 87 જેટલા લાભાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાંઆવ્યું હતું.