- દાહોદ જીલ્લાનુ સંજેલી પંચાયત તંત્ર ખાડે ગયું હોય તેમ કામગીરીમાં નબળું સાબિત થઈ રહ્યું છે. ચારે બાજુ ગટરો ઓવર ફલો નદી ની જેમ પાણી રોડ પર વહેતું થયું
- ગંદુ ગટરનું પાણી રોડ પર વહેતું હોવાથી સ્થાનિક લોકો ગંદકીથી ત્રાહિમામ સુવિધાઓનો યોગ્ય નિકાલ કરવા માંગ.
- સંજેલી માંડવી રોડ, સંતરામપુર રોડ, રાજમહેલ રોડ પર ગટરનું ગંદુ પાણી રોડ પર વહેતાં ગંદકીનું સામ્રાજ્ય.
દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર આવેદન તેમજ લેખિત મૌખિત રજૂઆત કરવામાં આવે છે. ગટર, પાણી, નવીન ગટરો, રસ્તાઓ, ડસ્ટબિન, સાફ સફાઈ સહિત પ્રાથમિક સુવિધાઓને લઈને યોજાતી દરેક ગ્રામ સભાઓમાં ધારધાર રજુવાત કરવા છતાં પંચાયત તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. પંચાયત તંત્ર ખાડે ગયું હોય તેમ તંત્ર દ્વારા કહેવામાં આવે છે કે પંચાયતમાં ગ્રાન્ટ નથી આવક નથી ગ્રામજનો વેરો ભરતા નથી અને પંચાયતમાં આવક ના હોવાનું રટણ કરાય છે. હાલ સંજેલીમાં માંડલી રોડ, સંતરામપુર રોડ, રાજમહેલ રોડ પર પસાર થતી ગટરનું છેલ્લા અઠવાડિયાથી ગટરનું ગંદુ પાણી રોડ પર વહેવા લાગ્યું છે. જેના કારણે સ્થાનિક લોકોને તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ છતાં જવાબદાર અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી. ગામના સરપંચ તેમજ તાલુકાના અધિકારી પણ આ રસ્તેથી પસાર થતા હોય છે. તેમ છતાં પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી.