ગોધરા, પંચમહાલ જીલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપી રહ્યા છે આજે સુધી સેકડો બાળકોએ શિક્ષણ મેળવ્યું છે.
હાલ સમગ્ર દેશમાં બાળકોએ અભ્યાસ કરી પરિક્ષા આપી છે તે બાળકો હાલ વેકેશનમાં પોતાના સગા સંબંધી કે પિકનિક માણવા માટે હાલ વેકેશન માણી રહ્યા છે. આવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણની સાથે સાથે સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના બાળકોને એક માત્ર મફત શિક્ષણ આપતી અને વેકેશન દરમિયાન પણ ચાલુ રહી દરેક બાળકોને નવીન આશાઓ જગાડતી હોય છે.
દર વર્ષે વેકેશન દરમિયાન આ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધણી એક્ટિવિટી કરવામાં આવે છે તા :- 09/05/2023 થી 18/05/2023 સુધી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ જેમાં ધોરણ :- 01 થી 03 માટે રંગપૂર્ણી ચિત્ર વૃક્ષ નીચે પુસ્તક વાંચતો બાળકો, ધોરણ :- 04 અને 05 રંગપૂર્ણી ચિત્ર ત્રિરંગા સાથે શાંતિનો સંદેશ આપતો બાળક અને ધોરણ :- 06 થી 10 માટે ચિત્ર એક વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાઓ પર સુંદર ચિત્રો રજૂ કરી સમગ્ર દેશમાં સંદેશો આપ્યો છે, તેની સાથે સાથે અનેક રમતમાં ક્ધયા માટે ખો – ખો, લીમ્બુ ચમચી, સંગીત ખુરશી અને કુમાર માટે ક્રિકેટ અને વોલીબોલ, કેરમ વગેરે જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. તેની સાથે પર્યાવરણ અને વિવિધ પ્રકાર પક્ષીઓ, પ્રાણીઓને ઓળખે એ માટે સમગ્ર દેશ અને વિદેશોના જંગલોમાથી લુપ્ત થતી પ્રજાતિ ડાયનોસોર ઉપર એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી હતી. તેમા દરેક બાળકોએ ભાગ લઈ સુંદર પ્રોજેક્ટ બનાવી રજૂઆત કરી ગોધરાના ખ્યાતનામ એવા ડો સુજાત વલી અને શિક્ષક ઈમરાન ને સુપરત કરી અચંબામાં મૂકી દીધા હતા. તમામ બાળકોના વાલીઓ તેમના બાળકોને ઉત્સાહિત કરવા વાલીઓ મુકવા આવતાં હતાં.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા એક માત્ર મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ એક માત્ર વેકેશનમાં બાળકોને શિક્ષણ અને અનેક પ્રવૃત્તિઓમય, પ્રવાસ કરાવતી એક માત્ર મફત શિક્ષણ ક્લાસ છે, જેવા વેકેશન દરમિયાન આવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ફરવાની ઉત્સાહ હોય છે પણ આર્થિક રીતે પછાત છે, મજુરી કામ કરતા બાળકોને પણ મન થાય છે. પરંતુ આ વખતે પણ શિક્ષક ઈમરાન અને ડોક્ટર સુજાત વલી આવા બાળકોને શિક્ષણ માટે, શિક્ષણથી વંચિત, શૈક્ષણિક સામગ્રી અને વિવિધ સ્પર્ધાઓમા વિજેતાઓને ઈનામો, પ્રમાણપત્રો એનાયત કરવામાં આવતા હોય તથા સંસ્કૃતિ કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવતાં હોય છે.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા મફત શિક્ષણ મેળવતા બાળકોના વાલીઓ, સમાજનાં લોકો સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ઈમરાન અને ડોક્ટર સુજાત વલી અમારા બાળકો વેકેશન દરમિયાન તેમને પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને આવાં બાળકોની સાથે રહી તેમને ઉત્સાહથી લઈ જવા માટે અથાગ પ્રયત્નો કેટલાય વર્ષોથી એક માત્ર મુસ્લિમ સમાજનો નામાંકિત મશહૂર શિક્ષક ઈમરાન અને ખ્યાતનામ એવા ગોધરા શહેરના લારા હોસ્પિટલના ડોક્ટર સુજાત વલી કરી રહ્યા છે. આવી સંસ્થા એક માત્ર પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં ચાલે છે. આવી એક અનોખી સિધ્ધિ હાંસલ કરનાર બન્ને મહાનુભાવોને કોણ ભુલી શકે છે.