સદ્દભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી

ગોધરા, ભારતમાં ધણા મહાન વૈજ્ઞાનિકોનો જન્મ થયો છે અને તેમાંથી એક સર ચંદ્રશેખર વેંકટ રામના જેમણે 28 ફેબ્રુઆરી 1928ના રોજ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં રામન ઈફેક્ટની શોધ કરી હતી અને 1930માં તેમને આ શોધ માટે નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ શોધને કારણે ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે.

સદ્દભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામાં છેલ્લા 14 વર્ષ થી ગરીબ અનાથ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કોચિંગ નિ:શુલ્ક અભ્યાસ એક મુસ્લિમ યુવા શિક્ષક ઈમરાન લગાતાર આપી રહ્યા છે. શિક્ષણની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓ બાળકો સાથે કરી રહ્યા છે.

આજ રોજ 28 ફેબ્રુઆરી 2024ના રોજ સદ્દભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરાના 160થી વધુ બાળકોએ દેશ વિદેશના માહાન વૈજ્ઞાનિકોએ વિવિધ શોધેલા સાધનો એક એક વિધાર્થીઓએ ચિત્ર દોરી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કમ્પ્યુટર, ટેલિફોન, સુક્ષ્મયત્ર, સ્થેથોસ્કોપ, લેબોરેટરીમાં વપરાતા વિવિધ સાધનો, મંગલયાન, સ્પેશટલ, વિધુતઘંટડી, રેડિયો, થર્મોમીટરનો વગેરે વિવિધ સાઘનો ચિત્રદોરી રંગપૂરણી કરી અનોખી રીતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને શિક્ષણ સાથે માહાન વૈજ્ઞાનિકોએ શોઘેલા સાધનોને ઓળખે અને આગળ જતાં આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સાયન્સમાં રસરૂચિ દખાવે અને સાયન્સ લઈ દેશ માટે કંઈક કરી બતાવવાની ભાવના રહે અને આ ક્લાસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ સુંદર વિવિધ વૈજ્ઞાાનિકોએ શોઘેલા સાધનોના ચિત્ર જોઈને તમામ સમાજના અગ્રણીઓ, વાલીઓ અને ગોધરાના ખ્યાતનામ એવા ડો.સુજાત વલીએ વૈજ્ઞાનિક દિવસ પર તમામ બાળકો અને શિક્ષક ઈમરાનને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.