મુંદરા તાલુકાના સાડાઉ ગામે રહેતી ૨૨ વર્ષીય યુવતીને ગામના શખ્સે લગ્નની લાલચ આપી સતત એક વર્ષથી બળજબરીથી દુષ્કર્મ કરી છ માસનો ગર્ભ રાખી દેતાં આરોપી વિરુદ્ધ મુંદરા મરિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.
ભોગબનાર યુવતીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ છેલ્લા એકાદ વર્ષથી આજથી છ દિવસ દરમિયાન બન્યો હતો. સાડાઉ ગામે રહેતો કાદરશા મામદશા સૈયદ નામનો શખ્સ ફરિયાદી યુવતીને લગ્નની લાલચ આપી ફરિયાદી યુવતીના ઘરે તેમજ આરોપીએ પોતાની ગાડીમાં અને અલગ અલગ જગ્યાએ લઇ જઇ મરજી વિરુદ્ધ શારિરીક સબંધ બાંધ્યો હતો. ફરિયાદી યુવતીને છ માસનો ગર્ભ રહી ગયો હોવાનું જાણવા છતાં આરોપીએ ફરિયાદી સાથે બળજરી કરી દુષ્કર્મ કરતાં આરોપી વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. મુંદરા મરિન પોલીસે કાદરશા સામે આઇપીસી ૩૭૬(૨), એન(એચ)મુજબ ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લેવા આગળની તપાસ પીએસઆઇ એન.ડી.જાડેજાએ હાથ ધરી છે.