ગોધરાથી કારસેવકોને લઈને જતી ટ્રેનને સળગાવાઈ હતી તેમાં હતા સદાશિવ જાધવ પરિવાર.
અમદાવાદનાં જાધવ પરિવારને પણ આમંત્રણ મળ્યું છે. આમંત્રણ મળતાની સાથે જ જાધવ પરિવારમાં ખુશી છવાઈ જવા પામી હતી.
અયોધ્યામાં ફરી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદનાં જાધવ પરિવારને પણ આમંત્રણ મળ્યું છે. આમંત્રણ મળતાની સાથે જ જાધવ પરિવારમાં ખુશી છવાઈ જવા પામી હતી. 22 જાન્યુઆરી, 2023 આ દિવસ કેમ મહત્વનો છે. કારણ કે, આ દિવસે દરેકના દિલમાં વસતા ભગવાન રામના ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે.. ત્યારે રામ મંદિર માટે છેલ્લા 500 વર્ષમાં અનેક લોકોએ પોતાના બલિદાન પણ આપ્યાં છે.. જેમાંના એક કારસેવક અમદાવાદના પણ હતા.. અને તેમના પરિવારને આ મહોત્સવ માટે ખાસ આમંત્રણ મોકલાયું છે.
- કારસેવક પરિવારોને મળ્યું આમંત્રણ
- જાધવ પરિવારને આમંત્રણ
સાચા અર્થમાં આજે અમદાવાદના આ કારસેવક પરિવાર માટે દિવાળીનો પર્વ આવ્યો છે. કારણ કે, આજે તેમના ઘરે ભગવાન રામના ઘરેથી સંદેશો આવ્યો છે. કે, અમે તમારા બલિદાનને ભૂલ્યા નથી. અયોધ્યામાં ભવ્યરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં તમે પધારો. અને આ કાર્યમાં સહભાગી બનો. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા કેવડાવાડી સોસાયચટીમાં રહેતો જાધવ પરિવાર છે.
સદાશિવ જાધવેનું ગોધરામાં થયું હતું મૃત્યુ
આ દિવસ જાધવ પરિવાર ક્યારેય નહીં ભૂલે.કારણ કે, કારસેવકોને લઈને જતી ટ્રેનને ગોધરામાં સળગાવાઈ હતી. અને તેમાં સવાર કાર સેવક અને વિશ્વહિંદુ પરિષદના કાર્યકર સદાશિવ જાધવનું પણ મોત નિપજ્યું હતું. અયોધ્યામાં થતા યજ્ઞમાં જવાનું કહીને નિકળેલા સદાશિવ તો યજ્ઞમાં તે સમયે ન પહોંચ્યા. પરંતુ ભવ્ય રામ મંદિરના યજ્ઞમાં હવે તેમનો પરિવાર ચોક્કસથી પહોંચશે.
સેંકડો વર્ષના સંઘર્ષ બાદ હવે રામજી નિજ મંદિરમાં પ્રવેશ કરશે. અને આ શુભપ્રસંગે હાજર રહેવા સદાશિવ જાધવના પરિવારને પણ આમંત્રણ પત્રિકા મળી ગઈ છે. ત્યારે તેમની ખુશીનો કોઈ પાર નથી રહ્યો. આમંત્રણ મળતાની સાથે જાધવ પરિવારમાં અનેરો માહોલ છવાયો છે. અત્યારથી જ જાધવ પરિવાર અયોધ્યા જવાની તૈયારીઓમાં લાગી ગયો છે. કારણ કે, આ શુભ દિવસ તેમના માટે તો વર્ષો પછી આવેલી દિવાળી છે.