ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહને આઇસીસી પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સચિને બોર્ડ સચિવ તરીકે પુરૂષ અને મહિલા ક્રિકેટને સમાન પ્રાધાન્ય આપવાના તેમના પ્રયાસોની ખૂબ પ્રશંસા કરી. માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા સચિને કહ્યું કે શાહના પ્રયાસોને કારણે જ ભારતીય બોર્ડ અન્ય સંચાલક મંડળો કરતાં ઘણું આગળ વધી ગયું છે.
શાહે ઓક્ટોબર ૨૦૧૯માં બીસીસીઆઈનું પદ સંભાળ્યું હતું. તેઓ પાંચ વર્ષ સુધી આ પદ પર રહ્યા અને હવે તેમણે આ પદ છોડવું પડશે. તે ૧ ડિસેમ્બરે આઇસીસીમાં પોતાનું પદ સંભાળશે. ૩૫ વર્ષીય જય શાહ આઇસીસીના સૌથી યુવા અધ્યક્ષ બનશે. શાહ આઇસીસીના વડા બનનાર પાંચમા ભારતીય હશે. તેંડુલકરને આશા છે કે તે આ વારસાને આગળ લઈ જવામાં સફળ રહેશે.
તેંડુલકરે ટ્વિટર પર લખ્યું હતું કે ઉત્સાહી બનવું અને ક્રિકેટ માટે કંઈક સારું કરવાની લાગણી એ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર માટે આવશ્યક ગુણો છે. જય શાહે બીસીસીઆઇ સેક્રેટરી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આ ગુણોનો સારો ઉપયોગ કર્યો હતો. મહિલા ક્રિકેટ અને પુરૂષ ક્રિકેટ બંનેને પ્રાધાન્ય આપવાના તેમના પ્રયાસોએ બીસીસીઆઈને એક નેતા બનાવ્યું છે જેને અન્ય બોર્ડ પણ અનુસરી શકે છે. હું તેને તેની આગામી ઇનિંગ્સ માટે શુભેચ્છા પાઠવું છું. તેઓ આઇસીસીના સૌથી યુવા પ્રમુખ બન્યા છે. ઉત્સાહી બનવું અને ક્રિકેટ માટે કંઈક સારું કરવાની ઝંખના એ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર માટે આવશ્યક ગુણો છે. જય શાહે બીસીસીઆઇ સેક્રેટરી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આ લક્ષણો અદ્ભુત રીતે દર્શાવ્યા હતા.
તેંડુલકરે કહ્યું કે, ભારતના ઘણા સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર્સ પહેલા પણ આઇસીસીનું નેતૃત્વ કરી ચૂક્યા છે. જેમાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહરનો સમાવેશ થાય છે. મને ખાતરી છે કે તે પોતાના વારસાને આગળ વધારશે અને ક્રિકેટની રમતને આગળ લઈ જવામાં સફળ રહેશે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, જે શાહના કાર્યકાળ દરમિયાન બીસીસીઆઈના પ્રમુખ હતા, તેમણે કહ્યું, ’જય શાહને આઈસીસી પ્રમુખ તરીકેની તેમની નવી ભૂમિકા બદલ અભિનંદન અને આગામી ઈનિંગ માટે શુભકામનાઓ.’ ભારતના ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત શર્માએ લખ્યું, હાર્દિક અભિનંદન જય શાહ.